હિન્દ ન્યૂઝ, ધારી
ધારી ખાતે ૭૨ મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે વિપીજી હાઈસ્કૂલ મા ઉજવણી કરવામાં આવી હતી જેમા અધ્યક્ષ ઝાલા મામલતદાર ધારી ના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. સ્કુલ પ્રિન્સિપાલ અને ટ્રસ્ટી અરૂણભાઈ, ડો જસાણી, ધારી પ્રાંત અધિકારી, ધારી તાલુકા વિકાસ અધિકારી, ધારી સી.પી.આઈ. જેઠવા, પી.એસ.આઇ. વાઘેલા, ધારી સરપંચ જીતુભાઈ જોષી, ધારી યાર્ડ ચેરમેન મનસુખભાઈ ભુવા, પરેશભાઈ પટણી, મહિલા ભાજપ અગ્રણી કમળાબેન ભુવા, ખોડભાઈ ભુવા, મધુબેન જોષી, હિનાબેન રાવળ, પુનમબેન મકવાણા, પુજય ભિખારામબાપુ ભજનીક અને સાધુસંતો, સરહદ ની રક્ષા કરતા સૈનીકભાઈઓ, ધારી પોલીસ સ્ટાફ ભાઈઓ બહેનો, હોમગાર્ડ ભાઈઓ, રમેશભાઈ બી.મકવાણા અગ્રણી કોળી સમાજ ધારી તેમજ ધારી ગામ ના જાગ્રુત પત્રકાર ભાઈઓ, મિત્રોને અને વિધાર્થીઓ હાજર રહ્યા હતા. આ ઉજવણી મા કોરોના વાઇરસ મા સેવા આપનાર ભાઈઓ, બહેનો અને વિધાર્થીઓ નુ સન્માન કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર : સંજય વાળા, ધારી