ગીર સોમનાથ જિલ્લામાં કોવિડ વેકસીન કોવિડશિલ્ડના ૭૪૮૦ ડોઝનું આગમન

પ્રથમ તબક્કામાં ૬૧૧૮ આરોગ્ય કર્મચારીને કોવિડશિલ્ડ વેકસીન અપાશે



હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ

તા.૧૪, કોવિડ-૧૯ કોરોના વાયરસથી સમગ્ર વિશ્વ પ્રભાવિત થયુ છે. કોરોના વાયરસની પ્રતિરોધક અસરકારક અને સુરક્ષિત વેકસિનની શોધ માટે સમગ્ર વિશ્વએ અથાગ પ્રયત્નો કર્યા હતા. ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દિર્ધદ્રષ્ટિના પરિણામે આજે આપણા જ ભારત દેશમા કોરોના વેક્સીન કોવિડશિલ્ડની શોધ થઈ છે. જેને આરોગ્ય વિભાગ અને કેન્દ્ર સરકાર દ્રારા મંજુરી આપવામાં આવતા કોરોનાને હરાવવામાં સફળતા મળશે.

કોરોનાને હરાવવા માટે વેકસીન ઝુંબેશ ૧૬ જાન્યુઆરીથી દેશભરમાં શરૂ થવાની છે. જેના અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં ૭૪૮૦ ડોઝનો જથ્થો આવી પહોચ્યો છે. જેનુ આર.સી.એચ.ઓ. ડો.ડી.કે.ગૌસ્વામીએ શ્રીફળ વધેરી, હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. તા.૧૬ જાન્યુઆરીના રોજ સિવિલ હોસ્પિટલ વેરાવળ ખાતે અને સામુહિક આરોગ્ય કેન્દ્ર ડોળાસા ખાતે પ્રથમ દિવસે ૨૦૦ કોરોના વોરિર્યસ આરોગ્ય કર્મચારીઓને વેકસીનના ડોઝ આપવામાં આવશે.

ડો. ડી.કે.ગૌસ્વામીએ જણાવ્યું હતુ કે, સિરમ ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડિયા દ્રારા આ રસીની શોધ થઈ છે. આ રસીના રસીકરણથી લોકોને કોરોના સામે સુરક્ષા મળી શકશે દરેક લોકોને તબક્કાવાર વેકસીન અપાશે. પ્રથમ તબક્કામાં સરકારી અને ખાનગી ડોકટરો આરોગ્ય કર્મચારી આશા વર્કરો, આંગણવાડીનો સ્ટાફના ૬૧૧૮ લોકોને રસી આપવામાં આવશે. જિલ્લા પંચાયત ઈણાજ ખાતે ખાસ બનાવેલ રસી સ્ટોર કેન્દ્રમાં રહેલા આઈ.એલ.આર. ફ્રિજમાં સ્ટોર કરવામાં આવેલ છે.

ગીર સોમનાથ જિલ્લાના ૨ કેન્દ્ર પરથી રસી આપવાની શરૂઆત કરવામાં આવશે. આવતીકાલે ૧૧ કલાકે જિલ્લા કલેકટર અજયપ્રકાશ કોવિડ વેકસીન રસીકરણ કેન્દ્ર ખાતે લઈ જવા માટે વાહનને લીલીઝંડી આપશે

Related posts

Leave a Comment