શિહોરી પોલીસ મથક ખાતે ગુમસુદા ની ફરિયાદ નોંધાઇ હતી

શિહોરી પોલીસ મથક ખાતે ગુમસુદા ની ફરિયાદ નોંધાઇ હતી

દિયોદર ના ગોદા નર્મદા કેનાલ માંથી ડુંગરાસણ ગામ ની મહિલા ની લાશ મળી

તેરવાડા ગામ ની યુવતી ના અઢી વર્ષ આગવું સમાજ ના રીત રિવાજ મુજબ લગ્ન થયા હતા

દિયોદર

દિયોદર તાલુકા ના ગોદા નર્મદા કેનાલ માંથી એક મહિલા ની લાશ મળી આવતા સમગ્ર પથક માં ચકચાર મચી જવા પામી છે. જેમાં તપાસ દરમિયાન આ મહિલા કાંકરેજ તાલુકા ના ડુંગરાસણ ગામ ની હોવાનું બહાર આવ્યું છે જેમાં પોલીસે હત્યા નો ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ દિયોદર તાલુકા ના ગોદા મેસરા નર્મદા કેનાલ માં એક કોથળા માં મહિલા ની લાશ તરતી હોવાનું સ્થાનિક લોકો ને દેખાતા સ્થાનિક લોકો એ દિયોદર પોલીસ ને જાણ કરી હતી. જેમાં દિયોદર નાયબ પોલીસ અધિક્ષક પી એચ ચૌધરી સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પોહચી તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસ ને તપાસ દરમિયાન આ મહિલા કાંકરેજ તાલુકા ના ડુંગરાસણ ગામ ની હોવાનું અને પૂજા બેન ઠાકોર નામ હોવાનું જાણવા મળતા પોલીસે પરિવારજનો ને બોલાવી ઓળખવીધી કરાવતા મહિલા થોડા સમય પહેલા ગુમ થઈ હોવાનું બહાર આવ્યું હતું. જેમાં જે અંગે શિહોરી પોલીસ મથક ખાતે ગુમસુદા ફરિયાદ પણ નોંધાઇ હતી. જેમાં આ મહિલા ની હત્યા કરી કેનાલ માં નાખી દેવામાં આવી હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું છે. જે અંગે પોલીસે હત્યા નો ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

મૂળ પૂજાબેન ઠાકોર તેરવાડા ગામ ની યુવતી છે. જેના લગ્ન આજ થી અઢી વર્ષ પહેલાં સમાજ ના રીત રિવાજ મુજબ કાંકરેજ તાલુકા ના ડુંગરાસણ ગામે રહેતા વિનોદભાઈ ઠાકોર સાથે થયા હતા. જેમાં લગ્ન સમય ગાળા દરમિયાન સાસરિયા પક્ષ દ્વારા માનસિક ત્રાસ આપતા હોવાનું પણ બહાર આવ્યું છે.

મૃતક મહિલા ના પિતા એ જણાવેલ કે મારી દીકરી ના લગ્ન થયા બાદ સાસરિયા પક્ષ દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો. જેમાં મારી દીકરી ની લાશ કેનાલ માંથી મળી છે. મારી દીકરી ના હત્યારા ને કડક માં કડક સજા થવી જોઈએ.

આ બાબતે દિયોદર નાયબ પોલીસ અધિક્ષક એ જણાવેલ કે મૃતક ની લાશ ને પી એમ અર્થ મુકલી દેવામાં આવી છે. જેમાં આ મહિલા દસ દિવસ પહેલા ગુમ થઈ હતી અને જેની લાશ કેનાલ માંથી મળી છે. જે અંગે મૃતક ની ઓળખ થઈ ગઈ છે જે અંગે તપાસ ચાલુ છે.

રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment