હિન્દ ન્યૂઝ, કચ્છ
એક બાજી રાજ્ય સરકાર લેન્ડ ગ્રેબિંગ એક્ટ અને ગુંડા એક્ટ નો કાયદો પસાર કરતી હોય અને બીજી બાજુ આવા વાઈટ કોલર ભૂમાફિયા ખુલ્લેઆમ કિંમતી જમીનો પર દબાણ કરે છે. જિલ્લા વહીવટી તંત્ર ને નમ્ર અરજ કરેલ છે કે રતીયા સીમ ના રે.સ.ન.146 પર થયેલ દબાણ તાત્કાલિક દૂર કરવામાં આવે. થયેલ દબાણ ને તાત્કાલિક ધોરણે હટાવવામાં માટે નરેશ મહેશ્વરી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ-કચ્છ) અને રતીયા ગ્રામજનો દ્વારા જિલ્લા વહીવટી તંત્ર ને નમ્ર અપીલ કરેલ છે.
રિપોર્ટર : રામજી સોંધરા, કચ્છ