સુરત ખાતે રાષ્ટ્રીય વિકલાંગ પાર્ટી ની મિટિંગ યોજાઇ

સુરત,

તા. 31, ના રોજ સુરત ખાતે રાષ્ટ્રીય વિકલાંગ પાર્ટી ના રાષ્ટ્રીય અધ્યક્ષ કે.કે.દીક્ષિત અને ગુજરાત પ્રદેશ પ્રભારી પ્રવિણભાઇ સોલંકી ના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ મનહરભાઈ ચૌહાણ, જિલ્લા અઘ્યક્ષ બાબુભાઇ રબારી અને ઉપાધ્યક્ષ મહેન્દ્રભાઈ મંગુકિયા ની હાજરી માં સર્વે પદાધિકારીઓ ની મિટિંગ યોજાઈ હતી. આ મિટિંગ માં નીચે ના મુદ્દાઓ ની ચર્ચા કરી અને કર્યો અને જવાબદારી ઓ ની ફાળવણી કરવા માં આવી છે. જેમાં તાલુકા લેવલે અને ઝોન લેવલ ની ટિમો તૈયાર કરી અને ત્યાંના સંગઠન ને મજબૂત કરવા. પાર્ટી નો પ્રચાર કરી વધુ માં વધુ સભ્યો ને વિકલાંગ પાર્ટી માં જોડાવા માટે નું આયોજન પણ કરવા માં આવ્યું છે. સુરત જિલ્લા માં પાર્ટી કાર્યાલય પણ ચાલુ કરવા માટે ની વિચારણા થાય છે. સાથે મહિલા મોરચા ગુજરાત ના અધ્યક્ષ રેખાબેન કલસરિયા અને જિલ્લા ના અધ્યક્ષ હિનાબેન ભટ્ટ તથા ઉપાધ્યક્ષ વૈશાલીબેન પટેલ, જિલ્લા સચિવ ડિમ્પલબેન મોદી તેમજ જિલ્લા પ્રવકતા નજમાબેન પઠાણ પણ હાજર રહ્યા હતા અને પાર્ટી ના તમામ કામો માં સાથે રહી પાર્ટી ને આગળ વધારવા માં તેમજ સાથ સહકાર આપવાની જવાબદારી લીધી હતી.

રિપોર્ટ : હિના ભટ્ટ, સુરત

Related posts

Leave a Comment