તડકા પીપળીયા ગામ ખાતે મહિલા ખેડૂતો માટે ક્ષમતાવર્ધન તાલીમનું આયોજન

હિન્દ ન્યુઝ, જૂનાગઢ      મહિલા કિસાન દિવસ નિમિત્તે આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ભેસાણ તાલુકાના તડકા પીપળીયા ગામ ખાતે મહિલા ખેડૂતો માટે ક્ષમતાવર્ધન તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમ દરમિયાન મહિલા ખેડૂતોને સ્વરોજગાર અને મૂલ્યવર્ધન તરફ પ્રોત્સાહિત કરવાના હેતુથી બેકરી શાળા, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞો દ્વારા વિવિધ બેકરી વાનગીઓ બનાવવાની પ્રત્યક્ષ તાલીમ આપવામાં આવી હતી. તાલીમ દરમિયાન વિવિધ વાનગીઓ બનાવવાની પદ્ધતિનું નિદર્શન કરી, જરૂરી સામગ્રી, બનાવટની પ્રક્રિયા તથા ગુણવત્તા જાળવવા અંગે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે મહિલા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના મહત્વ, તેની વિવિધ પદ્ધતિઓ, ઉપયોગિતા અને ફાયદાઓ અંગે…

Read More

દાહોદ જિલ્લાના બાગાયતી ખેડૂતો માટે ખુશખબર: નાની અને મોટી નર્સરી સ્થાપવા માટે સહાય યોજના જાહેર

હિન્દ ન્યુઝ, દાહોદ      દાહોદ જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ અને ગુણવત્તાયુક્ત વાવેતર સામગ્રીના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે બાગાયત ખાતા દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે વિશેષ જાહેરાત કરવામાં આવી છે. જિલ્લામાં બહુવર્ષાયુ ફળપાકો, સુગંધિત પાકો તેમજ વિવિધ બાગાયતી પાકો માટે ઉચ્ચ ગુણવત્તાવાળા રોપા સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તે હેતુથી સરકાર દ્વારા ‘નાની નર્સરી’ (૦.૪૦ થી ૧ હેક્ટર) અને ‘મોટી નર્સરી’ (૧ થી ૨ હેક્ટર) સ્થાપવા માટે નાણાકીય સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા ખેડૂતો માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જેના…

Read More

દાહોદ સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ અંતર્ગત સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા નવિન ભોજન વિતરણ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો

હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ અંતર્ગત નવીન ભોજન વિતરણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો. દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરના વરદહસ્તે આ નવનિર્મિત કેન્દ્રનું ભવ્ય લોકાર્પણ કરી શ્રમિકોને ભોજન વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદશ્રી જસવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે, “શ્રમિકો એ સમાજ અને રાષ્ટ્રના નિર્માણનો પાયો છે. રાજ્ય સરકાર દ્વારા સંચાલિત શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ હવે શ્રમિકો અને તેમના પરિવારોને માત્ર રૂ. ૫ ની અત્યંત નજીવી કિંમતે પૌષ્ટિક અને ગુણવત્તાસભર ભોજન મળી રહેશે. દાહોદ ખાતે આ કેન્દ્ર શરૂ થવાથી સ્થાનિક શ્રમિક પરિવારોને આર્થિક…

Read More