હિન્દ ન્યુઝ, ખેડા ૧૨ નવેમ્બર ૨૦૨૬ મુસદ્દાયાદી પ્રસિદ્ધ થશે અને ૧૧ ડિસેમ્બર ૨૦૨૬ સુધી દાવા-વાંધા અરજીઓ સ્વીકારાશે. નાગરિકો ‘voters.eci.gov.in’, અથવા BLO દ્વારા નામ નોંધાવી શકે છે.
Read MoreCategory: Gujarat
નવી સિવિલ હોસ્પિટલમાં દોઢ મહિનાની સઘન સારવાર બાદ ધનુર જેવા ગંભીર રોગને માત આપી સ્વસ્થતા તરફ રાહુલ કુમાર
હિન્દ ન્યુઝ, સુરત જીવનમાં કેટલીક લડાઈઓ એવી હોય છે, જેમાં જીત મેળવવા માટે દર્દીની હિંમત, પરિવારની આશા અને તબીબોની નિષ્ઠા એકસાથે કામ કરે છે. આવી જ એક પ્રેરણાદાયી ઘટના સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સામે આવી છે, જ્યાં સચિન વિસ્તારમાં રહેતા ૧૭ વર્ષીય રાહુલ કુમારે ધનુર (ટિટેનસ) જેવા ગંભીર રોગ સામે દોઢ મહિના સુધી જંગ લડીને સ્વસ્થતા તરફ આગળ વધવામાં સફળતા મેળવી છે. ૨૮ દિવસ સુધી આઈ.સી.યુ.માં વેન્ટિલેટર પર રહીને સઘન સારવાર મેળવનાર રાહુલની આ સફર તબીબોની કુશળતા, સમર્પણ અને સતત દેખરેખનું પ્રેરણાદાયી ઉદાહરણ બની છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સુરતના સચિન…
Read Moreઆપત્તિ વ્યવસ્થાપન અંગે લાઇવ ડેમો સાથે લોકજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ નવરાત્રીના પવિત્ર તહેવાર નિમિત્તે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના નાખડા ગામે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન શાખા, ગીર સોમનાથના આયોજન હેઠળ એસ.ડી.આર.એફ દ્વારા આપત્તિ વ્યવસ્થાપન અંગે લાઇવ ડેમો સાથે લોકજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન વિવિધ આપત્તિઓ સમયે બચાવ અને રાહત કામગીરી, પ્રાથમિક સારવાર, સુરક્ષિત સ્થળે સ્થળાંતર તથા આપત્તિ સમયે રાખવાની જરૂરી સાવચેતીઓ અંગે પ્રત્યક્ષ નિદર્શન દ્વારા નાગરિકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
Read Moreગીર સોમનાથમાં નવરાત્રિ પર્વે મહિલાઓની સુરક્ષા માટે ૧૮૧ ‘અભયમ ટીમ’ની વિશેષ ઝૂંબેશ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે ગીર સોમનાથ જિલ્લાનાં વેરાવળ શહેરમાં મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે ગીર સોમનાથની ૧૮૧ ‘અભયમ’ મહિલા હેલ્પલાઇન સક્રિયપણે કાર્યરત છે. નવરાત્રિ દરમિયાન મહિલાઓ સુરક્ષિત અને ભયમુક્ત વાતાવરણમાં ગરબા માણી શકે તેવા હેતુથી અભયમ દ્વારા શહેરના વિવિધ ગરબા સ્થળોની મુલાકાત લઈને મહિલાઓમાં સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવાની એક ખાસ પહેલ શરૂ કરવામાં આવી છે. અભયમ ટીમના કાઉન્સેલર જીજ્ઞાબહેન જાદવ અને કોન્સ્ટેબલ વર્ષાબેન નંદાણિયા દ્વારા ગરબા સ્થળો પર મહિલાઓને જાગૃત કરી માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, જો કોઈ અજાણી વ્યક્તિ દ્વારા અયોગ્ય…
Read Moreદશેરા પૂર્વે વલસાડ ફૂડ વિભાગ દ્વારા અનેક દુકાનોમાં ચેકિંગ, ફાફડા-જલેબીના ૩૬ નમૂના લીધા
હિન્દ ન્યુઝ, વલસાડ દશેરા તહેવાર નિમિત્તે વલસાડ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરીના ફુડ સેફ્ટી ઓફિસરો દ્વારા વિવિધ દુકાનો પર પહોંચી ખાદ્ય સામગ્રી જેવી કે, ફાફડા- જલેબીની તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન ફાફડાના ૧૩, જલેબીના ૯, ચટણીના ૭ એન્ફોર્સમેન્ટ નમુનાઓ તથા સર્વેલન્સ સેમ્પલમાં જલેબીનો ૧ અને અન્ય રો- મટીરીયલના ૬ મળીને કુલ ૩૬ નમુના લેવાની કામગીરી કરવામાં આવી હતી. આ તમામ નમૂના પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ફૂડ સેફટી ઓફિસરો દ્વારા તમામ દુકાનદારોને સ્વચ્છતાની જાળવણી માટે કડક સૂચના આપવામાં આવી હતી. આગામી…
Read Moreવલસાડ જિલ્લામાં દશેરાના દિવસે તા. ૨૦ ઓક્ટો.એ “FSAS –Fertilizer Sale Application System”નો શુભારંભ થશે
હિન્દ ન્યુઝ, વલસાડ ભારત સરકાર દ્વારા ખેડૂતોને સબસીડાઈઝ ખાતર સરળતાથી, પારદર્શક રીતે તેમજ સમયસર ઉપલબ્ધ થાય તે હેતુસર “FSAS –Fertilizer Sale Application System” એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. આ એપ્લિકેશન દ્વારા ખેડૂતો રિટેલ સબસીડાઈઝ ખાતર વિક્રેતા/ સહકારી મંડળી પરથી ખાતર ખરીદતા પહેલા મોબાઈલ મારફતે ખાતરનું Pre-booking (અગાઉથી બુકિંગ) કરી શકશે. જેના કારણે ખાતરની ઉપલબ્ધતા અંગે પૂર્વ માહિતી તેમજ ખાતર મેળવવાની પ્રક્રિયા વધુ સરળ, સુવ્યવસ્થિત અને પારદર્શક બનશે. ઉપરોક્ત સિસ્ટમની અમલવારી તા. ૨૦ ઓક્ટોબરને દશેરાના પર્વે જિલ્લામાં શરૂ થનાર છે. આ નવી ડિજિટલ વ્યવસ્થા દ્વારા ખાતર વિતરણ…
Read Moreસરકાર પ્રજાના દ્વારે: વલસાડ જિલ્લામાં ૩૩,૭૪૮ અરજીનો નિકાલ, સેવાસેતુ બન્યું લોકસેવાનું સશક્ત માધ્યમ
હિન્દ ન્યુઝ, વલસાડ અંતરિયાળ ગામડાના લોકોએ સરકારી કચેરીને લગતા નાના મોટા કામ માટે તાલુકા અથવા મુખ્ય મથકની સરકારી કચેરી સુધી નોકરી ધંધામાં રજા મુકી જવુ પડે છે. આ મજબૂરીમાંથી પ્રજાને મુક્તિ અપાવવા સરકાર સામે ચાલીને પ્રજાના દ્વારે આવી છે એવો અભિગમ રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે અપનાવી ગામે ગામ સેવાસેતુ કાર્યક્રમ યોજવા આહવાન કર્યુ હતું. જે હકીકતમાં લોકસેવાનું અસરકારક માધ્યમ બન્યુ છે. સેવાસેતુને પગલે ગામડાંથી લઈને શહેરો સુધીના લોકોને એક જ સ્થળે વિવિધ સરકારી સેવાઓનો લાભ મળતાં તેમના સમય, શક્તિ અને નાણાંની બચત થઈ છે. વલસાડ જિલ્લા કલેક્ટર નિતિન…
Read Moreમહીસાગર જિલ્લામાં મતદારયાદી સુધારણા અભિયાનને વેગ
હિન્દ ન્યુઝ, મહીસાગર બીજી ખાસ ઝુંબેશમાં 1,665 નવા મતદારોની નોંધણી માટે ફોર્મ નં. 6 ભરાયા યુવા મતદારોને મતદારયાદીમાં નામ નોંધાવવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અર્પિત સાગર (IAS) અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણા દ્વારા અપીલ
Read Moreરાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સામાન્ય નાગરિકની જેમ અમદાવાદથી ભરૂચ સુધી ટ્રેનમાં મુસાફરી કરી: સહ-મુસાફરો સાથે સાધ્યો આત્મીય સંવાદ
હિન્દ ન્યુઝ,ભરૂચ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બે દિવસીય ભરૂચ પ્રવાસ અર્થે પહોંચવા એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. રાજ્યપાલશ્રીએ એક સામાન્ય નાગરિકની જેમ અમદાવાદ રેલવે સ્ટેશનથી ભરૂચ સુધી ટ્રેનમાં મુસાફરી કરી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આ બે દિવસીય પ્રવાસ દરમિયાન ભરૂચ તાલુકાના હલદરવા ખાતે આયોજિત ગ્રામ કલ્યાણ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેશે. આ મુસાફરી દરમિયાન રાજ્યપાલએ ટ્રેનમાં સાથે મુસાફરી કરી રહેલા અન્ય મુસાફરો સાથે અત્યંત સહજ અને આત્મીય સંવાદ સાધ્યો હતો. તેમણે મુસાફરોના હાલચાલ પૂછ્યા હતા તેમજ વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી. રાજ્યપાલની આ સરળતા…
Read Moreજામનગરના જાણીતા બાળસાહિત્યકાર કિરીટ ગોસ્વામીને ‘આરિણી બાળસાહિત્ય સાધના રાષ્ટ્રીય પુરસ્કાર 2026’ એનાયત થશે
હિન્દ ન્યુઝ, જામનગર જામનગરની મ્યુનિસિપલ હાઇસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને દિલ્હી સાહિત્ય અકાદમીનો બાળસાહિત્ય માટેનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત કરી ચૂકેલા સુપ્રસિદ્ધ બાળસાહિત્યકાર કિરીટ ગોસ્વામીની વધુ એક રાષ્ટ્રીય પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે. મધ્યપ્રદેશના ભોપાલ સ્થિત ‘આરિણી બાળસાહિત્ય સંસ્થાન’ દ્વારા તેમના હિન્દી બાળગીત સંગ્રહ ‘હાથીરાજા સ્કૂલ ચલે’ માટે ‘શ્રી મુન્નીલાલ મિશ્રા બાળસાહિત્ય સાધના પુરસ્કાર 2026’ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે. સમગ્ર દેશમાંથી છેલ્લા પાંચ વર્ષના ઉત્તમ હિન્દી બાળગીતસંગ્રહ તરીકે આ પુસ્તકની પસંદગી થતાં ગુજરાતની સાહિત્યિક જગતનું શિરમોર ગૌરવ વધ્યું છે. વિશેષ નોંધનીય છે કે કિરીટ ગોસ્વામીના…
Read More