હિન્દ ન્યુઝ, ડાંગ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ડાંગ જિલ્લામાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં યોગ અને ધ્યાન શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝોન કો-ઓર્ડીનેટર શ્રીમતી પ્રીતિબેન પાંડેની અધ્યક્ષતામાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વઘઈ; કે.જી.બી.વી. સ્કૂલ, આહવા; આદર્શ નિવાસી શાળા, વઘઈ તથા સરકારી કન્યા છાત્રાલય, ડ્રાય, વઘઈ ખાતે આ શિબિરો યોજાઈ હતી. આ તમામ કાર્યક્રમોમાં શાળા-કોલેજના સ્ટાફગણ તેમજ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શિબિર દરમિયાન યોગ અને ધ્યાનના મહત્ત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. યોગ દ્વારા શારીરિક સ્વાસ્થ્ય જાળવવાની સાથે માનસિક શાંતિ, એકાગ્રતા અને સકારાત્મક જીવનશૈલી…
Read MoreAuthor: Admin
GMERS હોસ્પિટલ, ધારપુર–પાટણ ખાતે વોટ્સએપ દ્વારા લેબોરેટરી રિપોર્ટ મેળવવાની સુવિધાનો પ્રારંભ
હિન્દ ન્યુઝ, પાટણ આ સુવિધાથી દર્દીઓને લેબોરેટરી રિપોર્ટ સીધા વોટ્સએપ પર ઉપલબ્ધ થશે, જેથી હોસ્પિટલની વારંવાર મુલાકાત લેવાની જરૂરિયાત ઘટશે અને સમય તથા મુસાફરી ખર્ચની બચત થશે.
Read Moreમહીસાગર જિલ્લાના આંજણવા ગામે એમજીવીસીએલ દ્વારા વીજ જાગૃતિ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, મહીસાગર મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) લુણાવાડા વિભાગીય કચેરીના કાર્યપાલક ઈજનેર શ્રી યુ. એ. સોલંકીના અધ્યક્ષસ્થાને સંતરામપુર તાલુકાના આંજણવા ગામ પંચાયત પરિસરમાં વીજ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
Read Moreડાંગ જિલ્લામાં પીએમ કિસાન કાર્યક્રમ અને રાષ્ટ્રીય એકતા દિવસના આયોજન સંદર્ભે કલેક્ટર એન.ડી.પરમારના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ
હિન્દ ન્યુઝ, ડાંગ આગામી તારીખ ૩૧ ઓક્ટોબરના રોજ અખંડ ભારતના શિલ્પી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે એકતાનગર ખાતે તા. ૩૦ અને ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રીય મહોત્સવના અનુસંધાને ડાંગ જિલ્લામાં ગ્રામ્ય સ્તર સુધી વિવિધ જનકલ્યાણકારી અને રાષ્ટ્રભાવના પ્રેરક કાર્યક્રમોના સુચારુ આયોજન માટે આજરોજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર શ્રી એન.ડી.પરમારના અધ્યક્ષ સ્થાને એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. તારીખ ૩૦ ઓક્ટોબરના રોજ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભીલડી ખાતે વડાપ્રધાનશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં…
Read Moreવડોદરા ખાતે રોજગાર અને એપ્રેન્ટીશ ભરતી મેળો યોજાયો: ૨૩ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી
હિન્દ ન્યુઝ, વડોદરા ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ અંતર્ગત રોજગાર અને તાલીમ નિયામક કચેરી હસ્તકની મદદનીશ રોજગાર નિયામકની કચેરી, વડોદરા દ્વારા આજે એક રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના તરસાલી સ્થિત આઈ.ટી.આઈ. કેમ્પસમાં આવેલા આઈ.ટી.સી. બિલ્ડિંગના પ્રથમ માળે સવારે ૧૦:૦૦ વાગ્યાથી આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ભરતી મેળામાં મેન્યુફેક્ચરિંગ, સર્વિસ, સેલ્સ અને ઇન્સ્યોરન્સ સેક્ટરની પ્રતિષ્ઠિત ૮ સંસ્થાઓ અને કંપનીઓના પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કંપનીઓ દ્વારા ઓપરેટર, ટેકનિશિયન, રિલેશનશિપ ઓફિસર, સેન્ટર એસોસિએટ અને ટ્રેઇની જેવી વિવિધ સંવર્ગની કુલ ૧૪૦…
Read Moreખેડા જિલ્લામાં મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા (SSR-૨૦૨૭) કાર્યક્રમ જાહેર
હિન્દ ન્યુઝ, ખેડા ૧૨ નવેમ્બર ૨૦૨૬ મુસદ્દાયાદી પ્રસિદ્ધ થશે અને ૧૧ ડિસેમ્બર ૨૦૨૬ સુધી દાવા-વાંધા અરજીઓ સ્વીકારાશે. નાગરિકો ‘voters.eci.gov.in’, અથવા BLO દ્વારા નામ નોંધાવી શકે છે.
Read Moreનવી સિવિલ હોસ્પિટલમાં દોઢ મહિનાની સઘન સારવાર બાદ ધનુર જેવા ગંભીર રોગને માત આપી સ્વસ્થતા તરફ રાહુલ કુમાર
હિન્દ ન્યુઝ, સુરત જીવનમાં કેટલીક લડાઈઓ એવી હોય છે, જેમાં જીત મેળવવા માટે દર્દીની હિંમત, પરિવારની આશા અને તબીબોની નિષ્ઠા એકસાથે કામ કરે છે. આવી જ એક પ્રેરણાદાયી ઘટના સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સામે આવી છે, જ્યાં સચિન વિસ્તારમાં રહેતા ૧૭ વર્ષીય રાહુલ કુમારે ધનુર (ટિટેનસ) જેવા ગંભીર રોગ સામે દોઢ મહિના સુધી જંગ લડીને સ્વસ્થતા તરફ આગળ વધવામાં સફળતા મેળવી છે. ૨૮ દિવસ સુધી આઈ.સી.યુ.માં વેન્ટિલેટર પર રહીને સઘન સારવાર મેળવનાર રાહુલની આ સફર તબીબોની કુશળતા, સમર્પણ અને સતત દેખરેખનું પ્રેરણાદાયી ઉદાહરણ બની છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સુરતના સચિન…
Read Moreઆપત્તિ વ્યવસ્થાપન અંગે લાઇવ ડેમો સાથે લોકજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ નવરાત્રીના પવિત્ર તહેવાર નિમિત્તે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના નાખડા ગામે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન શાખા, ગીર સોમનાથના આયોજન હેઠળ એસ.ડી.આર.એફ દ્વારા આપત્તિ વ્યવસ્થાપન અંગે લાઇવ ડેમો સાથે લોકજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન વિવિધ આપત્તિઓ સમયે બચાવ અને રાહત કામગીરી, પ્રાથમિક સારવાર, સુરક્ષિત સ્થળે સ્થળાંતર તથા આપત્તિ સમયે રાખવાની જરૂરી સાવચેતીઓ અંગે પ્રત્યક્ષ નિદર્શન દ્વારા નાગરિકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
Read Moreગીર સોમનાથમાં નવરાત્રિ પર્વે મહિલાઓની સુરક્ષા માટે ૧૮૧ ‘અભયમ ટીમ’ની વિશેષ ઝૂંબેશ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે ગીર સોમનાથ જિલ્લાનાં વેરાવળ શહેરમાં મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે ગીર સોમનાથની ૧૮૧ ‘અભયમ’ મહિલા હેલ્પલાઇન સક્રિયપણે કાર્યરત છે. નવરાત્રિ દરમિયાન મહિલાઓ સુરક્ષિત અને ભયમુક્ત વાતાવરણમાં ગરબા માણી શકે તેવા હેતુથી અભયમ દ્વારા શહેરના વિવિધ ગરબા સ્થળોની મુલાકાત લઈને મહિલાઓમાં સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવાની એક ખાસ પહેલ શરૂ કરવામાં આવી છે. અભયમ ટીમના કાઉન્સેલર જીજ્ઞાબહેન જાદવ અને કોન્સ્ટેબલ વર્ષાબેન નંદાણિયા દ્વારા ગરબા સ્થળો પર મહિલાઓને જાગૃત કરી માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, જો કોઈ અજાણી વ્યક્તિ દ્વારા અયોગ્ય…
Read Moreદશેરા પૂર્વે વલસાડ ફૂડ વિભાગ દ્વારા અનેક દુકાનોમાં ચેકિંગ, ફાફડા-જલેબીના ૩૬ નમૂના લીધા
હિન્દ ન્યુઝ, વલસાડ દશેરા તહેવાર નિમિત્તે વલસાડ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરીના ફુડ સેફ્ટી ઓફિસરો દ્વારા વિવિધ દુકાનો પર પહોંચી ખાદ્ય સામગ્રી જેવી કે, ફાફડા- જલેબીની તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન ફાફડાના ૧૩, જલેબીના ૯, ચટણીના ૭ એન્ફોર્સમેન્ટ નમુનાઓ તથા સર્વેલન્સ સેમ્પલમાં જલેબીનો ૧ અને અન્ય રો- મટીરીયલના ૬ મળીને કુલ ૩૬ નમુના લેવાની કામગીરી કરવામાં આવી હતી. આ તમામ નમૂના પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ફૂડ સેફટી ઓફિસરો દ્વારા તમામ દુકાનદારોને સ્વચ્છતાની જાળવણી માટે કડક સૂચના આપવામાં આવી હતી. આગામી…
Read More