હિન્દ ન્યૂઝ, રાજકોટ
રાજકોટ શહેર માં સિવિલની કોવિડ હોસ્પિટલમાંથી ઓક્સિજન સાથે એક દર્દીને સ્ટ્રેચર ઉપર અન્ય વોર્ડમાં શિફ્ટ કરાતું હતું. દરમિયાન કોવિડ બીલ્ડીંગના કમ્પાઉન્ડમાં જ સ્ટ્રેચર તૂટી પડતા દોડધામ મચી જવા પામી હતી. અને તાત્કાલીક બીજા સ્ટ્રેચરને લાવી તેમાં દર્દીને શિફ્ટ કરવામાં આવ્યો હતો. હજુ થોડા દિવસો પહેલા જ સિવિલ કમ્પાઉન્ડમાં સ્ટ્રેચર ખાબક્યું હતું. ત્યારે આજે ફરી બેદરકારી સામે આવી હતી. સિવિલમાં નવુ નક્કોર સ્ટ્રેચર તૂટી પડતા હોસ્પિટલમાં આવતા સાધનોની ગુણવતા ઉપર સવાલો ઉઠ્યા છે.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ