નિકાવાના આંગણે પ્રગટ્યો નાનકડો કાન્હો, ભક્તો થયા ભાવવિભોર

હિન્દ ન્યુઝ, નિકાવા (કાલાવડ)

      કૃષ્ણ જન્મોત્સવના પાવન પર્વ નિમિતે જ્યારે સમગ્ર પંથક ભક્તિમય બન્યો છે, ત્યારે નિકાવા ગામના ભોજાભાઈ વી. ટોયટા નાં નાનકડા પૌત્રએ સૌના દિલ જીતી લીધા છે.

      સફેદ અને રંગબેરંગી ભરતકામવાળા વસ્ત્રોમાં સજ્જ, માથે મોરપીંછ ધારણ કરેલો અને હાથમાં લાકડી લઈને બેઠેલો આ નાનકડો દીકરો સાક્ષાત બાળ ગોપાલ જેવો લાગી રહ્યો છે. તેની નિર્દોષ આંખો અને ભોળા ચહેરામાં જાણે દ્વારકાધીશના દર્શન થઈ રહ્યા હોય તેવી અનુભૂતિ થાય છે.

      આજના આધુનિક યુગમાં પણ માતા-પિતા પોતાના બાળકોમાં સનાતન સંસ્કૃતિના સંસ્કારોનું સિંચન કરી રહ્યા છે, તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. બાળકને કૃષ્ણનો વેશ પહેરાવવો એ માત્ર એક પરંપરા નથી, પરંતુ તેના જીવનમાં પ્રેમ, સત્ય અને કરુણાના સંસ્કારો રોપવાનો પ્રયાસ છે.

     શાસ્ત્રોમાં કહ્યું છે કે, બાળક એ ઈશ્વરનું સ્વરૂપ છે. આ નાનકડા કાન્હાને જોતાં જ સૌના મુખેથી એક જ શબ્દ નીકળી રહ્યો છે – “નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી!”

અહેવાલ : ભોજાભાઈ ટોયટા, નિકાવા

Related posts

Leave a Comment