નેપાળ-તિબેટ સરહદે અચાનક આવેલા પૂર અને ભૂસ્ખલનમાં ફસાયેલા નાગરિકોની મદદ માટે ઇમરજન્સી હેલ્પલાઇન જાહેર કરાઇ

હિન્દ ન્યુઝ, ડાંગ

ડાંગ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર અને રાજ્ય કંટ્રોલ રૂમ દ્વારા જાહેર જનતા માટે ખાસ સૂચના

     ગત ૨૫મી ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ નેપાળ-તિબેટ સરહદે રસુવા જિલ્લાના ભોટેકોશી નદી વિસ્તારમાં અચાનક આવેલા વિનાશક પૂર (ફ્લેશ ફ્લડ) અને ભૂસ્ખલનને કારણે ભારતીય પ્રવાસીઓ ફસાયેલા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.

    આ આકસ્મિક ઘટનામાં ગુજરાત રાજ્ય અથવા ડાંગ જિલ્લાના કોઈ પણ પ્રવાસીઓ કે નાગરિકો ફસાયા હોય, તો તે અંગેની જાણકારી, મદદ અને સહાય માટે પરિવારજનોને તાત્કાલિક નીચે દર્શાવેલા કંટ્રોલ રૂમ અને હેલ્પલાઇન નંબરો પર સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.


સંપર્ક માટેના હેલ્પલાઇન નંબરો:

૧. ડાંગ જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ (આહવા):

કંટ્રોલ રૂમ ફોન નંબર: 02631-220347

મોબાઇલ નંબર: 6355820252

ટોલ-ફ્રી નંબર: 1077

૨. ગુજરાત રાજ્ય કંટ્રોલ રૂમ (ગાંધીનગર):

રાજ્ય કંટ્રોલ રૂમ: 079232-51900

મોબાઇલ નંબર: 9978405304

ટોલ-ફ્રી નંબર: 1070

૩. નેપાળમાં ફસાયેલા ભારતીય નાગરિકો માટે ઇમરજન્સી હેલ્પલાઇન (૨૪x૭):

+977 985 131 6807

+977 970 910 7500


પરિવારજનો માટે મહત્વપૂર્ણ સૂચના (શું કરવું?):

૧. તત્કાલ સંપર્ક: 

જો તમારા પરિવારજનો કે મિત્રો નેપાળ પ્રવાસે ગયા હોય અને સંપર્ક વિહોણા હોય તો તાત્કાલિક ઉપરોક્ત નંબરો પર જાણ કરવી.

૨. જરૂરી વિગતો આપવી :

ફસાયેલા વ્યક્તિનું પૂરું નામ, પ્રવાસનું ચોક્કસ સ્થળ, છેલ્લી વાતચીત/જાણ થયાની તારીખ અને સમય જેવી પ્રાથમિક વિગતો આપવી.

૩. અફવાઓથી દૂર રહેવું: 

શાંતિ જાળવવી અને સોશિયલ મીડિયા પર ચાલતી અણચકાસાયેલી અફવાઓ પર વિશ્વાસ ન કરવો.

૪. સહયોગ: 

આપત્તિ વ્યવસ્થાપન તંત્ર અને વહીવટી તંત્ર નાગરિકોની મદદ માટે સતત કાર્યરત છે. આ માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા વિનંતી છે.

 

Related posts

Leave a Comment