હિન્દ ન્યુઝ, ડાંગ
પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે ભારત સરકાર દ્વારા યોજનાના તમામ લાભાર્થીઓ માટે બાયોમેટ્રિક ઓથેંન્ટીકેશન દ્વારા ઈ-કેવાયસી ફરજિયાત કરેલ છે. ઈ-કેવાયસી ન કરાવેલ હોય તેવા ખેડૂતોને આગામી હપ્તો મળવા પાત્ર થશે નહી. જેથી પીએમ કિસાન યોજનામાં ૪ પધ્ધતિઓથી “eKYC” થઈ શકે છે.
જેમાં લાભાર્થીઓ જાતે પીએમ કિસાન મોબાઈલ એપમાં “Login” >> “Login Type” ઓપ્શન માં “Beneficiary” ઓપ્શન સિલેક્ટ કરી, લાભાર્થીના આધાર નંબર/રજીસ્ટ્રેશન નંબરથી ફેસ ઓથેન્ટિકેશન દ્વારા પોતાનું તથા અન્ય ૧૦૦ લાભાર્થીઓનું “eKYC” કરી શકે છે. ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવકશ્રી/વિલેજ નોડલ ઓફીસરશ્રી દ્વારા પી.એમ કિસાન મોબાઇલ એપનો ઉપયોગ કરી ફેસ ઓથેન્ટિકેશન દ્વારા, “eKYC” કરી શકે છે, નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) પર અને “ઈ-ગ્રામ” કેન્દ્ર ખાતે બાયોમેટ્રિકઓથેન્ટીફીકેશન દ્વારા તથા તાલુકાના લોગ ઈન આઈડી માં Correction Module >> Biometric e-KYC PM Kisan પર જઈ બાકી લાભાર્થીઓનું બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા “e-KYC” કરી શકાય છે.
પીએમ કિસાન યોજનામાં તમામ લાભાર્થીઓનું વાર્ષિક ઈ-કેવાયસી સમયસર પૂર્ણ કરવા તથા કોઈ પણ લાભાર્થી બાયોમેટ્રીક ઓથેંન્ટીકેશન દ્વારા “eKYC” ન થવાના કારણે આગામી હપ્તાના લાભથી વંચિત ન રહી જાય તે માટે લાભાર્થીઓને તેમનું વાર્ષિક ઈ-કેવાયસી સમયસર પૂર્ણ કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે
