ડાંગ જિલ્લાની શાળા, કોલેજો, ITI તથા કચેરીઓને યોગ વેબિનારમાં જોડાવા અનુરોધ

હિન્દ ન્યુઝ, ડાંગ 

   ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગને જીવનનો અભિન્ન ભાગ બનાવવાના ઉમદા ઉદ્દેશ સાથે એક વિશેષ ‘યોગ વેબિનાર’નું આયોજન કરવામાં આવ્યું છે. આ વેબિનાર મંગળવાર, તા. ૨૫ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ બપોરે ૨:૩૦ થી ૩:૨૦ કલાક દરમિયાન YouTube Live ના માધ્યમથી યોજાશે. આ વિશેષ વેબિનારમાં વલસાડ, નવસારી, તાપી અને ડાંગ જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ડાંગ જિલ્લા યોગ કો-ઓર્ડીનેટર દ્વારા ડાંગ જિલ્લાના તમામ સરકારી તથા ખાનગી શાળા-કોલેજો, ITI, શૈક્ષણિક સંસ્થાઓ તથા વિવિધ સરકારી કચેરીઓના અધિકારીઓ, કર્મચારીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને તમામ યોગપ્રેમીઓને પોતાના મોબાઈલ ફોન દ્વારા આ વેબિનારમાં અચૂકપણે જોડાઈ તેનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરવામાં આવેલ છે.

વેબિનારનો સમય બપોરે ૨:૩૦ કલાકનો હોવાથી, તમામ સંસ્થાઓના વડાઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ પોતાના સ્ટાફ તથા વિદ્યાર્થીઓ સમયસર ઓનલાઈન જોડાઈ શકે તે માટે યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરે. અત્રે નોંધનીય છે કે, આ વેબિનારમાં જોડાનાર તમામ સહભાગીઓને ઈ-પ્રમાણપત્ર (E-Certificate) એનાયત કરવામાં આવશે.

આ વેબિનારનો લાભ ડાંગ જિલ્લાના નાગરિકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા કર્મચારીઓ સુધી બહોળા પ્રમાણમાં પહોંચે તે માટે તમામ સંબંધિત સંસ્થાઓએ સહયોગ આપી વધુમાં વધુ સંખ્યામાં ઓનલાઈન જોડાવા જિલ્લા યોગ કો-ઓર્ડીનેટર દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે.

Related posts

Leave a Comment