હિન્દ ન્યુઝ, ડાંગ
🌊 સુબીર તાલુકાના શિંગાણાથી ૭ કિ.મી દૂર આવેલો ગીરમાળ ધોધ ૧૦૦ થી ૧૫૦ ફૂટની ઊંચાઈએથી પડે છે. પાણીના પ્રચંડ પ્રવાહથી સર્જાતું ધુમ્મસ અને તેમાં દેખાતું અદભુત મેઘધનુષ્ય મન મોહી લે છે!
⛰️ યુ-ટર્ન ઈકો ટુરિઝમ પોઈન્ટ: ગીરમાળના રસ્તે ગાવદહાડ ગામ નજીક નદી પહાડો વચ્ચે અદ્ભુત ‘U’ આકારનો વળાંક લે છે. ચોમાસામાં લીલોતરી અને વાદળોથી ઘેરાયેલો આ નજારો કોઈ હિલ-સ્ટેશન જેવો જ આહલાદક લાગે છે! ☁️
🏕️ ડાંગ ઉત્તર વન વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે અહીં સુંદર વ્યુ-પોઇન્ટ અને બેઠક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેથી તમે પ્રકૃતિને મન ભરીને માણી શકો.
🗓️ મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય: જુલાઈ થી ડિસેમ્બર
📍 સ્થળ: ગીરમાળ ગામ નજીક, સુબીર તાલુકો, ડાંગ.
