હિન્દ ન્યુઝ, વલસાડ
વલસાડના તિથલ રોડ પર આવેલા બ્લિંક કોમર્સ પ્રા. લિ. નો ફૂગ વાળી બ્રેડનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સ્વાસ્થ્યને હાનિકારક ખાદ્ય ચીજનું વેચાણ થયા અંગેની ફરિયાદ ઉઠી હતી. જેની ફરિયાદ વલસાડ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્રને મળતા તા. 06/ 08/ 2026 ના રોજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસરશ્રી એ.આર.વલવીના માર્ગદર્શન હેઠળ ફૂડ સેફટી ઓફિસર કુ.બી.કે.પટેલ દ્વારા આ પેઢીની તપાસ હાથ ધરવામાં આવી હતી.
તંત્રની તપાસ દરમિયાન ફરીયાદ વાળી Super Crustless Sandwich Bread (from 250g co.pack packet), Batch No-AH 02, USE BY:08/08/2026નો એન્સફોર્ટમેન્ટ (રેગ્યુલર) નમુનો લેવામાં આવ્યો હતો. આ પેઢીમાં આ સિવાય પણ અલગ અલગ પ્રકારની ચીજ વસ્તુઓનું વેચાણ કરવામાં આવતું હતું જે પૈકી 1. BETTER NUTRITION BAJRA Atta અને 2. PATANJALI GROUNDNUT OIL ના સર્વેલન્સ નમુના પણ લેવામાં આવ્યા હતા. જે નમૂનાઓ લેબોરેટરીમાં પૃથ્થકરણ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા એવું ડેઝીગ્નેટેડ ઓફિસર,ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.
