*વઘઈ–આહવા રાજ્યધોરીમાર્ગ પર માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા સિમેન્ટ કોંક્રિટ પેચવર્કની કામગીરી પૂર્ણ

*હિન્દ ન્યુઝ, ડાંગ 

    ડાંગ જિલ્લામાં ચાલુ ચોમાસા દરમિયાન માર્ગોને થયેલા નુકસાનને ધ્યાને લઈ માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા વઘઈ–આહવા રાજ્યધોરીમાર્ગ પર સિમેન્ટ કોંક્રિટ પેચવર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. સિમેન્ટ કોંક્રિટ પેચવર્કના કારણે માર્ગનું ટકાઉપણું વધશે તેમજ વાહનવ્યવહાર વધુ સુરક્ષિત અને સુગમ બનશે.

વિભાગ દ્વારા જિલ્લામાં વિવિધ માર્ગો પર અવિરત ધોરણે રિસ્ટોરેશન અને સમારકામની કામગીરી કરવામાં આવી રહી છે. ભારે વરસાદથી અસરગ્રસ્ત સ્થળોએ પ્રાથમિકતાના આધારે ખાડાઓનું સમારકામ, માર્ગ સપાટીકરણ તેમજ જરૂરી જાળવણીની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે, જેથી નાગરિકો અને મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરી શકાય.

ઉલ્લેખનીય છે કે, ભારત હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હોવાથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ નાગરિકો તેમજ બહારથી આવતા પર્યટકોને ખાસ અપીલ કરવામાં આવે છે કે, પ્રશાસન દ્વારા સમયાંતરે આપવામાં આવતી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરે. બિનજરૂરી મુસાફરી ટાળવી, વરસાદ દરમિયાન જોખમી સ્થળો, નદી-નાળા અને પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું ટાળવું તેમજ સાવચેતી રાખવી. સૌના સહયોગ અને સતર્કતાથી જાનહાનિ તથા અન્ય નુકસાનને અસરકારક રીતે નિવારી શકાય છે.

 

Related posts

Leave a Comment