હિન્દ ન્યુઝ, દાહોદ
દાહોદ જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત દાહોદ ખાતે સી.ડી.પી.ઓ,મુખ્ય સેવિકા બહેનોની બેઠક યોજાઈ હતી.
આ બેઠક દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા એ દાહોદ જિલ્લાના છેવાડાના લોકો સુધી મહિલા અને બાળ વિકાસની વિવિધ યોજના અને આંગણવાડીની કેન્દ્રો પર ગુજરાત સરકારની ચાલતી વિવિધ યોજનાનો લાભ લેવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. આ સાથે દાહોદ જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રો પર નાના ભૂલકાઓને ગુણવતાયુકત અને સ્વાદિષ્ટ ભોજન મળે તે માટે તમામ બહેનોને સૂચના આપવામાં આવી હતી.
વધુમાં જિલ્લા વિકાસ અધિકારી એ સી.ડી.પી.ઓ. અને મુખ્ય સેવિકાઓને આંગણવાડી કેન્દ્રની આકસ્મિક વિઝીટ કરવા સૂચના આપવામાં આવી હતી. AVT એપ્લિકેશનમાં ટાર્ગેટ મુજબની એન્ટ્રી કરવા સહિત આંગણવાડી કેન્દ્રમાં AVT હેડ કાઉન્ટમાં દૈનિક આંગણવાડી કાર્યકર દ્વારા ફોટો અપલોડ કરવામાં આવે તે સુનિશ્ચિત કરવું. જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્વારા જણાવામાં આવ્યું હતું
પોષણ સંગમ એપ્લિકેશનમાં દિન -૩ માં મેડિકલ ચેકઅપ ની 100 % એન્ટ્રી પૂર્ણ કરવાની રહેશે. સુપોષિત દાહોદ પ્રોજકટ અંર્તગત કરવામાં આવતી કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી
બેઠક દરમિયાન ઇન્ચાર્જ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી ડો સુધીર જોષી દ્વારા આંગણવાડી સમયસર બાળકો આવે અને એમને આંગણવાડીમાં પોષટીક આહાર રમત ગમત સહિત પૂર્વ પ્રાથમિક શિક્ષણ મળે અને બાળકોમાં રહેલું કુપોષણ દૂર થાય તે બાબતે ઇન્ચાર્જ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડો સુધીર જોષીએ દાહોદ જિલ્લાની મુખ્ય સેવિકા અને સી.ડી.પી.ઓ બહેનોને સૂચના આપવામાં આવી હતી વધુમાં તેમણે જણાવ્યુંકે જો આ કામગીરીમાં બેદરકારી જણાશે તો મહિલા અને બાળવિકાસના ઠરાવ મુજબ શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.
આ બેઠકમાં દાહોદ જિલ્લાના તમામ સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીઓ સહિત મુખ્યસેવિકા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
