હિન્દ ન્યુઝ, ડાંગ
ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ડાંગ જિલ્લાના તમામ તાલુકાઓમાં ક્લસ્ટર બેઇઝ તાલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આહવા તાલુકાના વાંવદા ગામમાં પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમ યોજાઇ હતી.
જેમાં કૃષિ સખી બેનો દ્વારા પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ, તેના લાભો અને હાલની પરિસ્થિતિમાં તેની ઉપયોગિતા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમજ ઉપસ્થિત તમામ ખેડુતોને જીવામૃત બનાવવાની પ્રાયોગિક રીતનું નિદર્શન પણ કરાવ્યૂ હતું. જે ખેડૂતો મહિલાઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.
