GLPC -ગુજરાત લાઇવલીહુડ પ્રોમોશન કંપની લીમીટેડ દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મીશન

હિન્દ ન્યુઝ, વડોદરા

    GLPC -ગુજરાત લાઇવલીહુડ પ્રોમોશન કંપની લીમીટેડ દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મીશન અમલીકરણ કરવામાં આવે છે. જેના દ્વારા સ્વ સહાય જૂથ ઉભા કરીને ગ્રામીણ અને ગરીબ પરિવારને સ્વરોજગાર અને કૌશલ્ય આધારિત રોજગારીની તકો પૂરી પાડે છે અને ટકાઉ આજિકા ઊભી કરે છે તેમજ મહિલાઓના આર્થિક અને સામાજિક શિક્ષણ માટે સતત પ્રયત્નશીલ રહે છે. વડોદરા જિલ્લા અને તાલુકામાં જિલ્લા ગ્રામ એજન્સી દ્વારા વિવિધ પ્રકારના એસ.એસ.જીના અલગ અલગ આર્થિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે જે સખી મંડળો, સ્વ સહાય જૂથોને વિવિધ આર્થીક સંસાધનો તથા તાલીમો થકી તેમને આત્મનિર્ભર બનાવવાની દિશામાં કાર્યરત છે.

વડોદરાના ઈટોલામાં આવેલી સ્નેહ સખી મંડળની ૧૦ મહેનતુ બહેનો આજે GLPCના સહકારથી મહિલા સશક્તિકરણનું સુંદર ઉદાહરણ બન્યો છે. આ મંડળના એક સભ્ય સુમિત્રાબેન બારોટની જીવનગાથા ખરેખર જાણવા જેવી છે. 

સુનીતાબેન જે છેલ્લા ત્રણ વર્ષથી મંડળમાં જોડાયા છે. શરૂઆતમાં તેઓની આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી. જેઓ બીજાના ઘેર કામ કરીને ગુજરાત ચલાવતા હતા. કોઈપણ પ્રકારની બચત કરી શકતા ન હતા. પૈસાની જરૂર પડતી તો પણ લેણદારો પાસેથી લઈને વ્યાજ સાથે પૈસા પાછા આપતા હતા. આ પરીસ્થીતિમાંથી નીકળવા તેઓ એનઆરએલએમની સખી મંડળમાં જોડાયા અને જોડાયા બાદ તેઓ દર મહિને ૧૦૦ રૂપિયાની બચત કરવાની શરૂઆત કરી હતી. ત્યાર બાદ ધીરે-ધીરે તેઓ બચતમાં વધારો કરીને ૨૦૦ રૂપિયાની બચત કરતા થયા. આમ તેઓની આર્થિક પરિસ્થિતિમાં સુધારો થયો અને એકબીજાના સહકાર થકી તેમને ઠંડા શરબત બનાવવાની કામગીરી શરૂ કરી હતી.

આજે તમામ બેહેનોના સહકારથી ઉનાળાની ગરમીમાં લોકોને ઠંડક અને સ્વાદ આપતા ખાસ પરંપરાગત ઠંડા પીણાં તૈયાર કરી વેચાણ કરે છે. જેના કારણે પોતે પગભર બન્યા અને પોતાના મંડળની તમામ બહેનોને પણ આર્થીક રીતે સધ્ધર બનાવી શક્યા છે. તાજગીભર્યા પીણાંની સાથે તેઓ સ્નેહ સખી મંડળ આત્મવિશ્વાસ, મહેનત અને સ્વાભિમાનનો પણ સ્વાદ પીરસી રહ્યા છે. 

સુમિત્રાબેનએ આ અંગે જણાવ્યું હતું કે, વડોદરા જિલ્લાના ઇટોળા ગામમા અમે છેલ્લા ૩ વર્ષથી સ્નેહ સખી મંડળ ચલાવીએ છીએ. ઘરની જેમ અમે બધાએ સાથે મળી ઠંડાપીણા, શરબત બનાવવાનો વેપાર શરૂ કર્યો હતો. અમે વિવિધ પ્રકારના ફ્લેવરના શરબત બનાવીએ છીએ વરીયાળી, બ્લ્યુ બેરી, કોકમ, કાળી દ્વાક્ષ, કાજુ અંજીર, ખુસ, કેસર પિસ્તા, કેસર બદામ, લીચી, નેચરલ-આદુ લીંબુ ફુદિનો, અને સાથે સાથે અમે સીઝનલ ફ્રુટસ, ફુલો અને આયુર્વેદિક શરબત પણ બનાવીએ છીએ. આ તમામ શરબતમાં અમે ખડીનો ઉપયોગ કરીએ છીએ. 

સખી મંડળની બહેનો સાથે મળીને આ તમામ સામગ્રીઓ વડે શરબત તૈયાર કરે છે અને હુ ખાસ કરીને શરબતના વેચાણ માટે મેળાઓમા જાઉ છું. બહેનો એકમેકના સહયોગથી આ પ્રમાણે આગળ વધી રહી છે. આ સિવાય અથાણા પાપડનો પણ ઓર્ડર પ્રમાણે બનાવી આપીએ છીએ. GLPC દ્વારા અમને મેળાઓ માટે ફ્રીમા સ્ટોલ ફાળવવામાં આવે છે. જેથી મેળાઓમા પણ સારી આવક થાય છે. મેળાઓ અને ઘરથી વેચાણ કરી અમે વર્ષે અંદાજીત ૧૨ થી ૧૫ લાખની આવક મેળવીએ છીએ. આજે સખી મંડળના કારણે જ હુ મારા પરીવારને આર્થીક સંકળામણમાંથી ઉગારી શકી છું. જેના માટે હું સરકારશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, NRLM અને GLPCની ખુબ ખુબ આભારી છું.

સુમિત્રાબેનની જીવન કથા અન્ય માટે પણ ખુબ જ પ્રેરણાદાયી છે કે કઇ રીતે સખી મંડળ ગ્રામ્ય જીવનની દુ:ખ અને તકલીફથી ભરેલી ગાથાને સફળગાથામા ફેરવી શકે છે. સ્નેહ સખી મંડળ આજે વડોદરામાં અન્ય સખી મંડળોને પણ પ્રોત્સાહન આપે છે જ્યા ત્રણ વર્ષ પહેલા ઘર કામ કરતા બહેન આજે લખપતિ દીદી તરીકે ઓળખાય છે.

Related posts

Leave a Comment