હિન્દ ન્યુઝ, કચ્છ
🔹 રાજ્યમાં કચ્છનાં લખપતમાં આવેલ ગુનેરી (ઈનલેન્ડ મેન્ગ્રૂવ ઈકોસિસ્ટમ)ને વર્ષ 2025માં રાજ્યની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઈટ જાહેર કરાઈ; આ વિસ્તાર પર્યાવરણની દ્રષ્ટિએ વૈશ્વિક સ્તરે મહત્ત્વની સાઈટ છે.
🔹 વર્ષ 2024-25 દરમિયાન રાજ્યમાં કુલ મળીને 1504 જૈવ વિવિધતા રજિસ્ટર તૈયાર કરાયા કે જેમાં કૃષિ જૈવ વિવિધતા, સ્થાનિક જૈવ વિવિધતા તથા વન્ય જૈવ વિવિધતા જેવા પાસાંઓને આવરી લેવાયા.
🔹 ગુજરાતનું ભૌગોલિક સ્થાન એવું છે કે જ્યાં પશ્ચિમ ઘાટના ભેજવાળા જંગલ, મધ્ય ભારતની સાતપુડા-વિંધ્યાચલ પર્વતમાળા, અરવલ્લીના સૂકા પર્વતો અને થારના રણનું મિશ્રણ જોવા મળે છે; જેથી અહીં વનસ્પતિ અને પ્રાણીઓની વિવિધતા જોવા મળે છે.
