આપત્તિ સામે આધુનિક સજ્જતા: ત્રણ એપ, અદ્ભુત સુરક્ષા! 

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

    આવનાર ચોમાસાની ઋતુમાં કુદરતી આફતો અને બદલાતા હવામાન સામે આપણી સુરક્ષા જાતે જ સુનિશ્ચિત કરવા માટે ગાંધીનગર જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ખતાલે દ્વારા એક મહત્વપૂર્ણ અપીલ કરવામાં આવી છે. તેમણે તમામ નાગરિકો અને અધિકારીઓને ભારત સરકારની આ ૩ ખાસ એપ્લિકેશન્સ ડાઉનલોડ કરવા અનુરોધ કર્યો છે.

ડિજિટલ યુગમાં આ ત્રણ એપ્સ ચોમાસા દરમિયાન સચોટ માહિતી મેળવવા અને સંભવિત જોખમોથી બચવા માટે ‘રામબાણ ઈલાજ’ સાબિત થશે! 👇

1️⃣ ‘મૌસમ’ એપ (Mausam) 🌦️

કોણે બનાવી? ભારતીય હવામાન વિભાગ (IMD)

શું કામ કરે છે?

તમારા લોકેશનના આધારે તાપમાન, ભેજ અને પવનની ગતિની લાઈવ માહિતી આપે છે.

આગામી ૭ દિવસ સુધી હવામાન કેવું રહેશે તેની સચોટ આગાહી.

વાવાઝોડું કે ભારે વરસાદ જેવી સ્થિતિમાં કલર-કોડેડ (યેલો, ઓરેન્જ, રેડ) એલર્ટ જાહેર કરે છે.


અમદાવાદમાં 22 મે થી 27 મે 2026 દરમિયાન યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં મહત્તમ તાપમાન 44°C સુધી પહોંચવાની શક્યતા છે.

ગરમીથી બચવા પૂરતું પાણી પીવો, બપોર દરમિયાન અનાવશ્યક બહાર જવાનું ટાળો અને સ્વસ્થ રહો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અને હીટવેવ સંબંધિત માર્ગદર્શિકાનું પાલન કરવાની અપીલ કરવામાં આવે છે.

Related posts

Leave a Comment