જૂનાગઢ જિલ્લાનો એન્યુઅલ કેડીટ પ્લાન અધિક નિવાસી કલેકટર બી.એસ. બારડ દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો

હિન્દ ન્યુઝ, જૂનાગઢ

        જૂનાગઢ કલેકટર કચેરી ખાતે જૂનાગઢ જિલ્લાનો એન્યુઅલ કેડીટ પ્લાન અધિક નિવાસી કલેકટર બી.એસ. બારડ દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૨૫-૨૬ના વર્ષમાં ૧૦૩૩૪ કરોડનું લક્ષ્યાંક રાખવામાં આવેલ જે જૂનાગઢ જિલ્લાની વિવિધ બેંકો દ્વારા સિધ્ધી હાંસલ કરી લેવામાં આવતા આગામી નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ દરમ્યાન લીડ બેંક દ્વારા ૧૩૪૩૭ કરોડનાં ધિરાણનો લક્ષ્યાંક નિર્ધારીત કરવામાં આવેલ છે. જે ગયા વર્ષે ની સરખામણી એ ૨૩% વૃદ્ધિ નો લક્ષ્યાંક રાખેલ છે. વાર્ષિક કેડીટ પ્લાનમાં ખેતિવાડી ક્ષેત્રે ૧૦૫૬૩ કરોડ રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે ૭૪ કરોડ અને ઔદ્યોગિક ક્ષેત્રે ૨૨૮૪ કરોડનો વધારો કરેલ હોવાની વાત લીડ બેંક મેનેજર ગણપત રાઠવાએ કરી હતી.

એન્યુઅલ ક્રેડીટ પ્લાન ખુલ્લો મુકવાનાં પ્રસંગે ડિસ્ટ્રીક્ટ કન્સટીવ કમીટી અને ડિસ્ટ્રીક લેવલ રીવ્યુ કમિટીની બેઠકમાં નાબાર્ડનાં જિલ્લા મેજર શુભમ વિજય, SBI બેંકના મેનેજર આોલક કુમાર, ગુજરાત ગ્રામિણ બેંકનાં મેનેજર જીગ્નેશ લાલવાની સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાની ગ્રામિણ રોજગાર તાલીમ સંસ્થાનાં મેનેજર પી. આર. મુછાળ, ખેતિવાડી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સહિત વિવિધ વિભાગ અને જિલ્લામાં કાર્યરત વિવિધ બેંકોનાં અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment