ગીર સોમનાથ જિલ્લાની તમામ આઈ.ટી.આઈ.માં ઓનલાઈન એડમિશન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરુ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ 

    ગીર સોમનાથ જિલ્લાની તમામ સરકારી આઈ.ટી.આઈ. ખાતે પ્રવેશ સત્ર ૨૦૨૬ અંતર્ગત ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 

     ધોરણ.૧૦ પાસ તેમજ ધોરણ.૮ પાસ લાયકાત ધરાવતા તમામ ઈચ્છૂક ઉમેદવારો આ પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લઇ શકશે. ઓનલાઇન અરજી કરવા માટે તા. ૧૪/૦૫/૨૦૨૬ થી ૨૩/૦૬/૨૦૨૬ સુધીનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે. 

      આ સમયમર્યાદા દરમિયાન ઉમેદવારો જિલ્લાની કોઈપણ આઈ.ટી.આઈ. ખાતે રૂબરૂ સંપર્ક કરીને પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકશે.

      ગીરસોમનાથ જિલ્લામાં હાલમાં વેરાવળ, તાલાલા (ઘૂસિયાગીર), સુત્રાપાડા (ગોરખમઢી), કોડીનાર (કાજ), ઉના (દેલવાડા), અને ગીરગઢડા (ઉમેદપરા) એમ કુલ ૬ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITI) કાર્યરત છે. 

     તમામ ઉમેદવારો કોઈપણ મુશ્કેલી વગર સરળતાથી પોતાનું ઓનલાઈન પ્રવેશફોર્મ ભરી શકે તે માટે સંસ્થાકક્ષાએ હેલ્પસેન્ટર ઊભા કરવામાં આવ્યા છે. 

     આથી પ્રવેશ માટે ઈચ્છૂક તમામ વિદ્યાર્થીઓને સમયસર ઓનલાઈન ફોર્મ ભરી દેવા તેમજ વધુ માહિતી માટે નજીકની આઈ.ટી.આઈ.નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment