માંડવી ખાતે સાંસદ પ્રભુભાઈ વસાવાના હસ્તે દિવ્યાંગ લાભાર્થીને ઇલેક્ટ્રિક મોપેડ એનાયત

હિન્દ ન્યુઝ, સુરત

     સમાજના છેવાડાના અને જરૂરિયાતમંદ વર્ગ સુધી સરકારી યોજનાઓના લાભો પહોંચાડવાના આશય સાથે માંડવી સ્થિત સાંસદ કાર્યાલય ખાતે સેવા કાર્યક્રમ યોજાયો હતો. સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાની સાંસદ ગ્રાન્ટ અંતર્ગત દિવ્યાંગજન કલ્યાણના હેતુસર દિવ્યાંગ લાભાર્થી હિતેષભાઈ મોહનભાઈ ચૌધરીને ઇલેક્ટ્રિક મોપેડ અર્પણ કરવામાં આવી હતી.

           આ આધુનિક ઇલેક્ટ્રિક મોપેડની સહાય મળવાથી લાભાર્થીને પોતાના રોજિંદા જીવનમાં અવરજવર માટે અન્ય પર નિર્ભર રહેવું નહીં પડે અને તેમની સફર વધુ સરળ બનશે. આ સહાય દિવ્યાંગ લાભાર્થીને આત્મનિર્ભરતા અને સ્વાવલંબન તરફ આગળ વધવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે. સમાજના દરેક વર્ગ સુધી કલ્યાણકારી યોજનાઓ પહોંચે અને દિવ્યાંગજનો પણ સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે સમાજના મુખ્ય પ્રવાહમાં આગળ વધી શકે તેવા ઉદ્દેશ સાથે આ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.

           સાંસદ પ્રભુભાઈ વસાવા દ્વારા હંમેશા ગરીબ, વંચિત અને જરૂરિયાતમંદ લોકોના ઉત્થાન માટે વિવિધ સરકારી યોજનાઓ અને વ્યક્તિગત સહાય પૂરી પાડવાના સતત પ્રયાસો કરવામાં આવે છે. દિવ્યાંગજનોને આવા આધુનિક સાધનો ઉપલબ્ધ કરાવી તેમને શારીરિક અને આર્થિક રીતે સશક્ત બનાવવાની તેમની નેમ આ કાર્યક્રમમાં પણ જોવા મળી હતી.

          આ પ્રસંગે માંડવી કાર્યાલય ખાતે ઉપસ્થિત વિવિધ પદાધિકારીઓ, અગ્રણી કાર્યકર્તાઓ તેમજ સ્થાનિક આગેવાનોએ લાભાર્થી હિતેષભાઈને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

Related posts

Leave a Comment