હિન્દ ન્યુઝ, અમદાવાદ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સક્ષમ માર્ગદર્શન હેઠળ રાજ્યના કૃષિ વિભાગ હસ્તકના ‘ગુજરાત એગ્રો’ દ્વારા અમદાવાદના વસ્ત્રાપુર હાટ ખાતે “કેસર કેરી મહોત્સવ-2026”નું ભવ્ય આયોજન, તા. 16 મે, 2026થી રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી આ મહોત્સવનો વર્ચ્યુઅલ શુભારંભ કરાવશે. ખેડૂતો 85 સ્ટોલ ખાતેથી કેરી તથા 15 સ્ટોલ ખાતેથી GI ટેગ ખારેકનું કરશે સીધું વેચાણ.
રાજ્ય સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરીજનોને શુદ્ધ, રસાયણમુક્ત ફળો મળે અને આપણા મહેનતુ ખેડૂતોને પોષણક્ષમ ભાવ અપાવવાનો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2007માં શરૂ કરાવેલી પરંપરા આજે ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં આશીર્વાદરૂપ સમાન. ગત વર્ષ 2025ના મહોત્સવમાં અમદાવાદીઓએ રેકોર્ડબ્રેક રૂ. 4 કરોડની કિંમતની 3.30 લાખ કિલોથી વધુ કેરી ખરીદીને રાજ્ય સરકારના અભિયાનને અભૂતપૂર્વ સફળતા અપાવી હતી.
