વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘આર્થિક આત્મરક્ષા’ના આહ્વાનને ચરિતાર્થ કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

 ‘રાષ્ટ્ર પ્રથમ’ના સંકલ્પ સાથે રાજ્યપાલએ સાદગી અને આત્મ-શિસ્તનું ઉદાહરણ પૂરું પાડ્યું.

    રાજ્યપાલ દ્વારા મહત્વનું નિર્ણય લેવામાં આવ્યો કે, તેઓ સાધારણ બસ અને ટ્રેનમાં મુસાફરી કરશે. સાથે રાજ્યપાલ તરીકે પ્રાપ્ત ઝેડ પ્લસ સુરક્ષાના કાફલાને બાજુ પર રાખીને તેમણે કાફલામાં ન્યૂનતમ ગાડીઓ રાખવા સૂચના આપી, જેથી ઇંધણની મહત્તમ બચત થઈ શકે.

   રાજ્યની યુનિવર્સિટીઓ અને પ્રશાસનને ઇંધણ બચાવવા તેમજ ઇલેક્ટ્રિક વાહનો અને સાયકલનો ઉપયોગ કરવા માટે જનતાને રાજયપાલ દ્વારા ભાવભરી અપીલ કરવામાં આવી.

    રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, જો આપણે આપણી વ્યક્તિગત સુખ-સુવિધાઓથી ઉપર ઉઠીને ‘રાષ્ટ્ર પ્રથમ’ના કર્તવ્યને પસંદ કરીશું, તો ભારત આર્થિક રીતે વધુ આત્મનિર્ભર બનશે.

Related posts

Leave a Comment