હિન્દ ન્યુઝ, અમદાવાદ
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સ (SPC) માટે આયોજિત સમર કેમ્પના બીજા દિવસે સવારે ૦૫/૩૦ વાગે પ્રભાતિયા વગાડીને બાળકોને જગાડવામાં આવ્યા. ત્યારબાદ ૦૬/૦૦ થી ૦૮/૦૦ વાગ્યા સુધી કેડેટ્સને યોગ, વ્યાયામ તથા ADI દ્વારા પીટી પરેડ શીખવાડમાં આવી. ત્યારબાદ સમયપત્રક મુજબ નાસ્તો કરીને કેડેટ્સ માટે આયોજીત કરેલ સેમિનારમાં નોડલ અધિકારીશ્રી SPC દ્વારા કેડેટ્સને માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમજ કેરિયર માર્ગદર્શનને લગતા પ્રશ્નોને લઈને પણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.
બપોરે ૧૨/૦૦ થી ૦૪/૦૦ વાગ્ય સુધી તમામ કેડેટ્સ ભોજન અને આરામનો સમય આપવામાં આવ્યો. સમયપત્રક મુજબ ૦૪ થી ૦૬/૦૦ વાગ્યા સુધી ૧૦૮ ઇમરજન્સી વિષે ડેમો સાથે સંપૂર્ણ માહિતી આપવામાં આવી.
ત્યારબાદ કેડેટ્સને વિવિધ પ્રકારની રમતો રમાડવામાં આવી ત્યારબાદ તમામ કેડેટ્સને ભોજન સેવા આપવામાં આવી. બાદ ૦૮/૩૦ વાગે રોલકોલ લેવામાં આવ્યો.
