હિન્દ ન્યુઝ, દાહોદ
દાહોદ જિલ્લાના ઝાલોદ, લીમખેડા, દાહોદ, ગરબાડા, ધાનપુર અને દેવગઢ બારિયા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના વિવિધ ગામોમાં ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પોર્ટેબલ એક્ષ-રે મશીન દ્વારા ટીબી તપાસ માટે વિશેષ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પ દરમિયાન વનરેબલ પોપ્યુલેશન ટીબી સર્વે અંતર્ગત કુલ 883 ટીબીના જોખમ ધરાવતા શંકાસ્પદ લાભાર્થીઓનું પોર્ટેબલ એક્ષ-રે દ્વારા સ્ક્રીનિંગ કરવામાં આવ્યું.
જેમા એક્ષ-રેમાં એબ્નોર્મલ પરિણામ ધરાવતા લાભાર્થીઓની આગળની NAAT તપાસ હાથ ધરવામાં આવશે અને જરૂરિયાત મુજબ તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવશે. જ્યારે એક્ષ-રે નેગેટિવ આવનાર તમામ લાભાર્થીઓનું CY-TB ટેસ્ટ કરીને ચોક્કસ નિદાન સુનિશ્ચિત કરવામાં આવશે.
આ કેમ્પના આયોજન માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના મેડિકલ ઓફિસરના માર્ગદર્શન હેઠળ સમગ્ર સ્ટાફનો નોંધપાત્ર સહકાર પ્રાપ્ત થયો. જેમાં તાલુકા ટીબી સ્ટાફ, પી.એચ.સી સુપરવાઇઝર, FHW, MPHW, આશા કાર્યકર બહેનો તથા અન્ય સહયોગી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના કેમ્પ દ્વારા ટીબીની વહેલી ઓળખ અને સમયસર સારવાર સુલભ બનશે, જે ટીબી મુક્ત ભારતના લક્ષ્યને સિદ્ધ કરવામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
જન જનનું રાખો ધ્યાન – વહેલી તપાસ, સમયસર સારવાર અને સહકારથી બનાવીએ ટીબી મુક્ત ભારત
