હિન્દ ન્યુઝ, ડાંગ
ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ડાંગ જિલ્લાના તમામ તાલુકાઓમાં ક્લસ્ટર બેઇઝ તાલીમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત વઘઇ તાલુકાના જામલાપાડા ગામમાં પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમ યોજાઇ હતી.
જેમાં કૃષિ સખી શ્રીમતી મનિષાબેન બાગુલ દ્વારા પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ, તેના લાભો અને હાલની પરિસ્થિતિમાં તેની ઉપયોગિતા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમજ ઉપસ્થિત તમામ ખેડુતોને જીવામૃત બનાવવાની પ્રાયોગિક રીતનું નિદર્શન પણ કરાવ્યૂ હતું. જે ખેડૂતો માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. આ સાથે જ ખેડુતોને પ્રાકૃતિક ખેતી કરવાથી આપણે ઝેર મુક્ત અનાજ અને શાકભાજીની ખેતી કરી દરેક લોકોનું સ્વાસ્થ્ય સારું રહે એના માટે પણ માહિતી આપવામાં આવી હતી.
