હિન્દ ન્યુઝ, પંચમહાલ
પંચમહાલ જિલ્લાના ડાંગરિયા ગામ વિસ્તારમાંથી કોલર અરવિંદભાઈ બાબુભાઈ દ્વારા Dial 112 જનરક્ષક પર જાણ કરવામાં આવી હતી કે એક અજાણી વ્યક્તિ (ઉંમર આશરે 35 વર્ષ) વિસ્તારમાં ભટકતી હાલતમાં છે.
માહિતી મળતાં જ Dial 112 જનરક્ષક મોરવા હડફની ટીમ – ઇન્ચાર્જ જશવંતસિંહ પગી તથા ડ્રાઈવર અજયભાઈ ડામોર – તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થળ પર પહોંચતાં સદર વ્યક્તિ મળી આવી, જેને સ્થાનિક ગ્રામજનોએ માનવતા દાખવી સુરક્ષિત રીતે બેસાડી રાખ્યો હતો
પૂછપરછ દરમિયાન તેઓ પોતાનું નામ તથા સરનામું સ્પષ્ટ રીતે જણાવી શકતો ન હ હતો અને વારંવાર પૂછવાથી નામ ઉદેસિંહ પુનાભાઈ જણાવેલ હતું તેમની સલામતીને ધ્યાનમાં રાખી Dial 112 જનરક્ષક ટીમ દ્વારા મોરવાહડપ પોલીસ સ્ટેશન ખાતે લાવી વધુ પૂછપરછ તથા હ્યુમન સોર્સ મારફતે માહિતી એકત્ર કરવામાં આવી.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સદર વ્યક્તિ ગામ વાલાગોટા તાલુકો સિંગવડના રહેવાસી છે. ત્યારબાદ ગામના આગેવાનોના સહયોગથી તેમના ભાઈ અરવિંદભાઈ પુના સંપર્ક કરવામાં આવ્યો. તેમણે પુષ્ટિ કરી કે સદર વ્યક્તિ મારો ભાઈ હોવાનું જણાવ્યું છે
પછી સ્થળ પર આવી તેમ ના ભાઈ ને સુરક્ષિત રીતે પોતાના ઘરે લઈ ગયા. આ સમગ્ર કામગીરી Dial 112 જનરક્ષક સેવા તથા સ્થાનિક પોલીસ સ્ટાફના સંકલિત પ્રયાસોથી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી.
Dial 112 જનરક્ષક સેવા દ્વારા ફરી એકવાર સંવેદનશીલતા, ઝડપી પ્રતિભાવ અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.
