હિન્દ ન્યુઝ, ડાંગ
ડાંગ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવે છે કે, હાલમાં ડાંગ જિલ્લાના તમામ પેટ્રોલ પંપો ઉપર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉબલબ્ધ હોવાથી સોશિયલ મિડિયા અથવા અન્ય માધ્યમો દ્વારા ફેલાતી અફવાઓ પર ધ્યાન આપવું નહી.
સાથે સાથે જિલ્લાના દરેક પેટ્રોલ પંપ ઉપરથી પેટ્રોલ તથા ડીઝલનું વેચાણ માત્ર વાહનોની ટાંકીઓમાં ભરવા પૂરતુંજ સિમિત કરવામાં આવે છે. તે સિવાયના કોઇપણ પાત્ર કે બેરલમાં પેટ્રોલ તથા ડીઝલનું વેચાણ કરી શકાશે નહી. જો કોઇ ઇસમ દ્વારા કૃત્રિમ અછત ઊભી કરવાનો પ્રયાસ કરાશે અથવા સંગ્રહખોરી કરશે, તો તેમની સામે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-૧૯૫૫ ની જોગવાઇઓ અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, તેમ જિલ્લા પુરવઠા અધિકારી આહવા-ડાંગની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
