છોટાઉદેપુરમાં વિશ્વ ક્ષય દિન નિમિત્તે જિલ્લા આરોગ્ય શાખા દ્વારા ટીબી જાગૃતિ રેલીનું યોજાઈ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

     વિશ્વ ક્ષય દિન નિમિત્તે જિલ્લા આરોગ્ય શાખા તથા જિલ્લા ક્ષય કેન્દ્ર, છોટાઉદેપુર દ્વારા જનજાગૃતિ માટે આ વર્ષની થીમ “Yes! We Can End TB – Bharat Powered by Janbhagidari” અન્વયે “હા, આપણે ટીબીનો અંત લાવી શકીએ છીએ” સંદેશ સાથે રેલી યોજાઈ હતી.

જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પાઉલ વસાવા દ્વારા આ રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. રેલી જિલ્લા ક્ષય કેન્દ્ર થી નવાપુરા, માતાજીના મંદિર, મુખ્ય બજાર, ડૉ. બાબાસાહેબ આંબેડકર ચોક, એસબીઆઈ, ક્લબ રોડ માર્ગે ફરી જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે સમાપ્ત થઈ હતી. 

 જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પાઉલ વસાવા તથા જિલ્લા ક્ષય અધિકારી ડૉ. બી.એમ. ચૌહાણ દ્વારા ટીબી રોગ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તેમણે આરોગ્ય વિભાગ તથા જનભાગીદારીના સંયુક્ત પ્રયાસોથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ આપવા સૌને આવાહન કર્યું હતું.

આ અવસરે જિલ્લા પંચાયત સભાખંડ ખાતે વર્ષ દરમિયાન ટીબી મુક્ત જાહેર થયેલ આશરે ૯૦ ગ્રામ પંચાયતોને જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિન કુમારના હસ્તે ગાંધીજીની પ્રતિમા તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. 

રેલીમાં તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. મનહર રાઠવા, નર્સિંગ કોલેજના પ્રિન્સીપાલ શ્રીમતી ભાવનાબેન જોષી, નર્સિંગ વિદ્યાર્થીઓ, આઈસીટીસી સ્ટાફ, એઆરટી સેન્ટર, શહેરી આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ તેમજ વિકલ્પ સ્ત્રી સંગઠન, મોડ ઈન્ડિયા, વિહાન એપી પ્લસ સહિત વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને આરોગ્ય કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment