દિવાળીબેન ટ્રસ્ટ બારડોલી દ્વારા ડાંગ જિલ્લાના આઠ ગામોમાં વિવિધ સાધન સહાય વિતરણ કરાયા

હિન્દ ન્યુઝ, ડાંગ

દિવાળીબેન ટ્રસ્ટ દ્વારા તારીખ ૧૯ માર્ચ ૨૦૨૬ ના રોજ ડાંગ જિલ્લાના આઠ ગામોમાં નનામી, વ્હીલ ચેર અને પ્રાર્થના બુકનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જેમાં સુબીર તાલુકાના હનવતપાડા, ઝરણ, ખાંભલા, અને આમસરપાડા તેમજ આહવા તાલુકાના ધવલીદોડ, ગાઢવી, કામદ અને ચિરાપાડા ગામોમા ઉપરોક્ત તમામ સાધન સહાય દિવાળીબેન ટ્રસ્ટનાં કર્મચારી સર્વે ભાવેશ પટેલ, અમર પાડવી, શ્રીમતી રોશની પાનવાલા અને શ્રીમતી પારૂલબેન ભટ્ટ તેમજ ડાંગ જિલ્લાનાં નિયુક્ત સંયોજક રાજેશ પટેલ, ગંગારામ ચૌધરી, બનેશ ચૌધરી અને વિજયભાઈ ખુરકુટિયા દ્વારા ગામના આગેવાનો તેમજ ગ્રામજનોની ઉપસ્થિતમાં સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત સંસ્થાનાં કર્મચારીઓ દ્વારા આપેલ વસ્તુની ખુબ જ ઝીણવટભરી માહિતી અને તેના લાભો વિશે જાણકારી આપવામાં આવી હતી. સાથે જ આ સાધનોનો ઉપયોગ નજીકનાં ગામો પણ કરી શકે તેવું આગેવાનોને સૂચન કરવામાં આવ્યું હતું.

ગ્રામજનોએ દિવાળીબેન ટ્રસ્ટની સમાજસેવા પ્રવુતિને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી.

Related posts

Leave a Comment