હિન્દ ન્યુઝ, ગાંધીનગર
નાગરિકોને એક ક્લિકથી સિલિન્ડર મળી રહે તે માટે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા તમામ સુવિધાઓ પ્રદાન કરવામાં આવી છે. LPG બુકિંગ અને રીફિલ માટે પૂરતો જથ્થો ઉપલબ્ધ છે તેમજ નોંધાયેલા લાભાર્થીઓ વોટ્સએપ, મિસ્ડ કૉલ, SMS/IVR બુકિંગ, સ્માર્ટફોન એપ, કંપનીના ઓફિશિયલ પોર્ટલનો ઉપયોગ કરીને સરળતાથી બુકિંગ કરી શકે છે.
રાજ્યની તમામ જાહેર ક્ષેત્રની તેમજ ખાનગી ગેસ એન્જસીઓમાં ચુસ્ત દેખરેખ અને મોનિટરિંગ માટે રેવન્યુ તથા પોલીસ કર્મચારીઓની નિમણૂક કરાઈ છે; તેમજ LPG અંગેના કોઈપણ પ્રશ્ન માટે નાગરિકોને રાજ્ય હેલ્પલાઇન નંબર 1800-233-0222નો સંપર્ક કરવાનું જણાવાયું છે.
