હિન્દ ન્યુઝ, ડાંગ
સરકારી વિનિયન કોલેજ સુબીર શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ સમારંભ, તારીખ ૧૧/૦૩/૨૦૨૬ બુધવારના રોજ કોલેજ કેમ્પસ બી.આર.સી ભવન સુબીર ખાતે યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે આહવા કોલેજના આચાર્યશ્રી ડૉ.યુ.કે ગાંગુર્ડે દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી આવકાર્યા હતા. સાથે તેઓએ વિદ્યાર્થીઓને શિક્ષણમાં ખૂબ આગળ વધે એવી શુભેચ્છા પાઠવી હતી. તેઓએ જણાવ્યું હતું કે, શિક્ષણ વગર નવી દિશા નવી દ્રષ્ટિ ખુલતી નથી. માટે સુબીર કોલેજ પાછળ ન રહી જાય, અને વિદ્યાર્થીઓ સારી ડિગ્રી લઈ ખૂબ આગળ વધે એવા આશીર્વચનો પાઠવ્યાં હતાં.
કોલેજના સીનીયર પ્રાધ્યાપક પી.એમ ઠાકર્યા દ્વારા વાર્ષિક અહેવાલનું વાંચન કરવામાં આવ્યું હતું. જેમાં અભ્યાસની સાથે સાથે વિવિધ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને કાર્યક્રમો ઉપસ્થિત મહેમાનો દ્વારા ઈનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ યુનિવર્સિટીની પરીક્ષામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યા હતાં.
આ પ્રસંગે રાજુભાઈ ગામીત (સામાજિક કાર્યકર્તા) દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેઓએ વિદ્યાર્થીઓને પી.એચ.ડી સુધીનો અભ્યાસ કરવા માટે પ્રોત્સાહન આપ્યું. તથા નવજ્યોત સ્કૂલના ઇન્ચાર્જ આચાર્યશ્રી દ્વારા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિશ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
આ કાર્યક્રમમાં અધ્યક્ષ રાજુભાઈ ગામીત, ઉદઘાટક શ્રીમતી લતાબેન કનવારે, મુખ્ય મહેમાન આર.એસ.પટેલ, સરકારી માધ્યિક શાળા અને ઉત્તર માધ્યમિક શાળા સુબીરના આચાર્ય તથા નવ જ્યોત ઉચ્ચતર માધ્યમિક શાળા સુબીરના આચાર્ય, અતિથિ વિશેષ યોગીતાબેન એસ.કાગડે અને પરિમલ સિંહ ડી પરમાર (બી.આર.સી કોર્ડીનેટર) ઉપસ્થિત રહ્યા હતા.

