હિન્દ ન્યુઝ, દાહોદ
૮ મી માર્ચના રોજ આંતર રાષ્ટ્રીય મહિલા દિન નિમિતે યુનાઈટેડ ઓર્ગેનાઈઝેશન (સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા) દ્વારા મહિલાઓને માન-સન્માન આપવા, મહિલાઓની શક્તિ ઉજાગર કરવા, તેઓની ક્ષમતાને ઉત્સાહિત તેમજ પ્રેરિત કરવા દર વર્ષે અલગ-અલગ થીમ નિયત કરી સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવે છે.
વર્ષ ૨૦૨૬ માટે ૮ મી માર્ચ આંતર રાષ્ટ્રીય મહિલા દિવસની થીમ “ RIGHTS, JUSTICE, ACTION FOR ALL WOMEN AND GIRLS ’’ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરવામાં આવી છે. આ દિવસે મહિલાલક્ષી વિવિધ યોજનાઓ-કાર્યક્રમો યોજવામાં આવશે. દાહોદ જિલ્લામાં ૧૦ માર્ચના રોજ ટ્રાયબલ મ્યુઝીયમ ખાતે આંતર રાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કાર્યક્રમ યોજવામાં આવશે.
આ બેઠક દરમ્યાન કલેકટર યોગેશ નિરગુડેએ સંબંધિત અમલીકરણ સૌ અધિકારીઓને આંતર રાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કાર્યક્રમના આયોજન સંબંધિત જરૂરી માર્ગદર્શન આપવા સાથે સૂચનાઓ આપી હતી. આ બેઠક દરમ્યાન જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા, ડી.આર.ડી.એ. નિયામક, પ્રાંત અધિકારીઓ, સંબંધિત અધિકારીઓ સહિત વર્ચ્યુઅલ માધ્યમ થકી તાલુકા અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
