નવસારી કૃષિ યુનિવર્સિટીના ફળ સંશોધન કેન્દ્રને પાંચમી વખત બેસ્ટ સેન્ટરનો એવોર્ડ એનાયત

હિન્દ ન્યુઝ, નવસારી

    નવસારી કૃષિ યુનિવર્સિટીના ફળ સંશોધન કેન્દ્ર, ગણદેવીના ડો. અંકુર પટેલ જણાવે છે કે ભારતીય કૃષિ અનુસંધાન (ICAR) ના અખિલ ભારતીય સંકલિત સંશોધન યોજના (AICRP an FRUITS) ફળની ૧૩મી વાર્ષિક ગ્રુપ ડીસ્કશન મીટીંગ તા.૯ ફેબ્રુઆરી થી ૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૬ દરમ્યાન જી.બી. પંતનગર એગ્રીકલ્ચર યુનિવર્સિટી, ઉતરાખંડ ખાતે યોજાઇ હતી.

 જેમાં દેશના વિવિધ ૪૯ ટ્રોપીકલ અને સબટ્રોપીકલ ફળ સંશોધન કેન્દ્રો તથા સંસ્થાની આખા વર્ષ દરમ્યાનની થયેલ કામગીરીનું મુલ્યાંકન કરવામાં આવે છે. જેમાં ફળ સંશોધન કેન્દ્ર, ન.કૃ.યુ.. ગણદેવીને તેમની ઉમદા કામગીરીને ધ્યાને લઈ ભારતીય કૃષિ અનુસંધાનના આસીસ્ટંટ ડાઇરેક્ટર જનરલ હોર્ટીકલ્ચર ડો. વી. બી. પટેલ અને અખિલ ભારતીય સંકલિત સંશોધન યોજનાના પ્રોજેકટ કો ઓર્ડીનેટર ડો. પ્રકાશ પાટીલના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫ માટે બેસ્ટ સેન્ટર એવોર્ડ ” એવોર્ડઆપવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૦ થી ૨૦૨૩(૪ વર્ષ) માટે પણ ફળ સંશોધન કેન્દ્ર, ગણદેવીને ” બેસ્ટ સેન્ટર એવોર્ડ “એનાયત થયો હતો. જ્યારે ૨૦૨૪માં બીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો.

 આમ ફળ સંશોધન કેન્દ્રને આખા દેશમાંથી પાંચમી વખત બેસ્ટ સેન્ટર એવોર્ડ મળેલ છે જે સમગ્ર ગુજરાત અને દેશ માટે ગૌરવપૂર્ણ બાબત છે. કોઈ એક સેંટરને પાંચ વાર બેસ્ટ સેન્ટર એવોર્ડ મેળવનાર ફળ સંશોધન કેન્દ્ર, ગણદેવી ગુજરાતનું અને દેશનું પ્રથમ સેન્ટર છે. આ બાબતે ફળ સંશોધન કેન્દ્ર, ન.કૃ.યુ.. ગણદેવીના કર્મચારી ગણ ડો. કે. ડી. બિશન, ડો. પી. કે. મોદી, ડો. અર્પિતાબેન પટેલ અને ડો. સોનલબેન પટેલ તેમજ તમામ અન્ય સ્ટાફનો કેન્દ્રના વડા તરીકે ડો. અંકુર પટેલે ગણદેવી કેન્દ્રની સહિયારી કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો છે.

સદર એવોર્ડ ગણદેવી કેન્દ્રને મળવા બદલ નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ અને સંશોધન નિયામક ડો. ટી.આર.અહેલાવત અને કુલસચિવ ડો. વીરડીયાએ ગણદેવી કેન્દ્રને ઉમદા કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતાં.

Related posts

Leave a Comment