હિન્દ ન્યુઝ, રાપર
રાપર તાલુકાની શ્રી પાલનપર પ્રાથમિક શાળાના કેન્દ્ર નંબર ૧૧, શ્રી મેવાસા પ્રાથમિક શાળાના કેન્દ્ર નંબર ૧૬, શ્રી ખાનપર પ્રાથમિક શાળાના કેન્દ્ર નંબર ૧૭, શ્રી વિજાપર પ્રાથમિક શાળાના કેન્દ્ર નંબર ૯૮, શ્રી ફતેહગઢ કુમાર પ્રાથમિક શાળા કેન્દ્ર નંબર ૧૫૨, શ્રી શિકાગો ટાઉનશીપ પ્રાથમિક શાળા (મેવાસા) કેન્દ્ર નંબર ૨૧૧, શ્રી રૂપદાસવાંઢ પ્રાથમિક શાળા કેન્દ્ર નંબર ૨૨૦ અને શ્રી ખારીયાવાંઢ પ્રાથમિક શાળા(સઈ) કેન્દ્ર નંબર ૨૮૯ની શાળાઓમાં પ્રધાનમંત્રી પોષણ યોજના કેન્દ્રો પર દ્વિતીય શૈક્ષણિક સત્ર માસ ફેબ્રુઆરીમાં વર્ષ ૨૦૨૫-૨૬ માટે ખાલી પડેલ મધ્યાહન ભોજન કેન્દ્રો માટે સંચાલકોની જગ્યા તદ્દન હંગામી ધોરણે નવી નિમણુંક કરવામાં આવશે. આ માટે નિયત નમુનામાં તા.૨૭/૦૨/૨૦૨૬ સુધીમાં મળે તે રીતે અરજી મંગાવવામાં આવી છે. પ્રધાનમંત્રી પોષણ યોજનાના સંચાલકની નિમણૂંક સરકારના ધારાધોરણો અને લાયકાતના આધારે કરવામાં આવશે. ખાલી કેન્દ્રોની યાદી મામલતદાર કચેરીના નોટીસ બોર્ડ પર જોઈ શકાશે તેમ મામલતદાર, રાપરની અખબાર યાદીમાં જણાવાયું છે.
