હિન્દ ન્યુઝ, સુરત
લોકોના પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. જેમાં કોઈ પણ અરજદાર વ્યકિતગત પ્રશ્ન કે જેમાં કોર્ટ મેટર, નિતિવિષયક અને સર્વિસ મેટર સિવાયના કામોનો નિકાલ સંબંધિત કચેરીમાં થતો ન હોય તો તેવા કામોનો નિકાલ આ કાર્યક્રમમાં કરવામાં આવશે. જે મુજબ ફેબ્રુઆરી મહિનાનો ‘‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’’ ૨૫/૦૨/૨૦૨૬એ અને ‘‘જિલ્લા સ્વાગત કાર્યક્રમ’’ તા.૨૬/૦૨/૨૦૨૬ એ યોજાશે. તા.૨૫મીના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યે સૂરત જિલ્લા કલેક્ટર કોઈ પણ એક તાલુકામાં ઉપસ્થિત રહેશે.
