હિન્દ ન્યુઝ, સુરત
સુરત શહેરનાં હદ વિસ્તારમાં થયેલા વધારા તથા શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક અને અકસ્માતો પર નિયંત્રણ કેળવવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલૌતે એક જાહેરનામાં દ્વારા સવારે ૮:૦૦ થી બપોરે ૧:૦૦ અને બપોરે ૫:૦૦ થી રાત્રિના ૧૦:૦૦ વાગ્યા સુધી ભારે માલવાહક વાહનોના પ્રવેશ, અવર-જવર તથા જાહેર રોડ ઉપર પાર્કિંગ કરવા ઉપર પ્રતિબંધ જાહેર કર્યો છે.
જે અનુસાર(૧) કામરેજ તરફથી સુરત શહેર તરફ આવતા મુખ્ય રોડ ઉપર જે.પી. કાર્પ વિદ્યાસંકુલ સામેના ગેટ આગળના પોઇન્ટથી સુરત શહેર તરફ પ્રવેશ પર (૨)કઠોદરા ગામ તરફથી સુરત શહેર તરફ આવતા રોડ ઉપર ભક્તિ બંગલો(બુલેટ ટ્રેન પટ્ટા પાસે)થી (૩)વાવ તરફથી આવતા વાહનો બુલેટ ટ્રેન અંડરપાસથી (૪) એન્થમ સર્કલ તરફથી સિમાડા કેનાલ તરફ આવતા-જતા રોડ ઉપરથી શહેરની હદમાં(લસકાણા. સરથાણા, પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં)થી (૫) એન્થમ સર્કલ તરફથી ગોપીન ગામ તરફ જતા રીંગ રોડ ઉપરથી રોડની પશ્ચિમ બાજુએ આવેલ લસકાણા, સરથાણા પોલીસ સ્ટેશનની હદથી (૬) કામરેજ વાલક મેઇન રોડથી ઉત્તર તરફના અને તાપી નદીના દક્ષિણ તરફના વિસ્તાર ખોલવડ અને વાલક ગામના વિસ્તારમાંથી કામરેજ- વાલક મેઇન રોડ અને વાલક પાટીયા સર્કલથી રીંગ રોડ તરફ જતા રોડ ઉપર અને રીંગ રોડ ઉપરથી (૭) કડોદરા હાઇવેથી સુરત શહેરમાં પ્રવેશ કરતા ભારે વાહનો વેડછા પાટીયાથી (૮) વલથાણ-પુણા ગામ હાઇવે તરફથી સુરત શહેરમાં પ્રેવશ કરતા ભારે વાહનો શીવ ફુડ કોર્ટ ત્રણ રસ્તા(હરિકૃષ્ણ વિલેજ હોટલથી પોદાર ઇન્ટરનેશન સ્કુલ વચ્ચે) આવેલ ગેપ આગળથી (૯) કામરેજ અને કડોદરા તરફથી આવતા ફ્રુટ અને શાકભાજીના ભારે માલ વાહનો એન્થમ સર્કલથી કેનાલ રોડ અને નિયોલ ચેકપોસ્ટ તરફથી સરદાર માર્કેટ(એ.પી.એમ.સી. માર્કેટ) તથા ફ્રુટ માર્કેટ સર્કલ(કરણી માતા સર્કલ) સુધી આવી શકશે. પરંતુ આ પ્રકારના ખાલી ભારે માલ વાહનો પ્રતિબંધિત સમયમાં અવર-જવર/હેરફેર કરી શકશે નહી તેમજ પાર્કિંગ કરી શકશે નહી. (૧૦) નેશનલ હાઈવે નં-૫૩ ઉપર ભાટીયા ચેક-પોસ્ટથી એસ.કે.નગર ચાર રસ્તા સુધી આવતા જતા ભારે માલવાહક વાહનો ડાબે-જમણે ટર્ન લઇ ભાટીયા ઓવરબ્રીજ પાસે, વાંઝ ગામ ઓવર બ્રીજ નીચે, ઇકલેરા ગામ તરફ જતા રસ્તા પાસે, આલ્ફા હોટલ પાસે, રાહત સોસાયટી પાસે, દિવ્યભાસ્કરની ગલી, સચીન સાતવલ્લા બ્રીજ પાસે, સચીન જી.આઇ.ડી.સી. ગેટ નં.-૦૧ પાસે, ગભેણી ચાર રસ્તા, ઇ-કોમ એમ્પ્રેસ પાસે, બુડીયા ચાર રસ્તા, ઇંડીયન ઓઇલ પેટ્રોલ પંપ પાસે જીઆવ સોનારી ગામ બાજુ જતા. દિપલી ગામ ચાર રસ્તા. ડુંડી ગામ ટી પોઈન્ટ, ખજોદ ચાર રસ્તા, આભવા ચાર રસ્તા, સર્વિસ રોડથી ગેલ કોલોની ચાર રસ્તા તરફ, એસ.કે.નગર ચાર રસ્તાથી (૧૧) ડુમ્મસ તરફથી આવતા એસ.કે.નગર ચાર રસ્તાથી (૧૨) હજીરા-સચીન હાઇવે ઉપર તેમજ ઇચ્છાપોર જંકશનથી એસ.કે.નગર ચાર રસ્તા સુધીના રોડ ઉપર ડાબે કિનારેથી કોઇ પણ ગલી નાકા કે અન્ય માર્ગોથી (૧૩) સરોલી બ્રિજથી ઇચ્છાપોર જંકશન સુધી આવતા-જતા રોડ ઉપર દાંડી ફાટક ચાર રસ્તા, ભેંસાણ ચાર રસ્તા તેમજ અન્ય માર્ગોથી ડાબે/જમણે ટર્ન લઇ (૧૪) ઓલપાડ તરફથી આવતા સરોલી બ્રિજ ઉતરી જમણે યુ-ટર્ન લઇ, સરોલી બ્રિજ નીચેના ત્રણ રસ્તાથી હજીરા ઓ.એન.જી.સી. તથા વરિયાવ-સાયણ તરફ જઇ શકશે. પરંતુ બ્રિજ ઉતરી શાશ્વત રોડ થઇ અને જહાંગીરપુરા ત્રણ રસ્તા(સરોલી ચેક પોસ્ટ)થી (૧૫) વરિયાવ-સાયણ રોડ તરફથી આવતા ભારે માલવાહક વાહનો વરિયાવ ચેક પોસ્ટથી (આશારામ આશ્રમ રોડ થઇ) રાંદેર રોડ તરફ તેમજ અન્ય માર્ગથી (૧૬) વરિયાવ જંકશનની બાજુમાં આવેલા નવાપરા ચાર રસ્તાથી ભારે માલવાહક વાહનો શહિદ ભગતસિંહ વેડ-વરિયાવ બ્રિજ તરફથી (૧૭) ઇચ્છાપોર જંકશનથી અડાજણ રોડ તરફ આવતા ભારે માલવાહક વાહનો ભાઠાગામ ત્રણ રસ્તાથી (૧૮) કઠોર, અબ્રામા, વેલંજા, ઉમરા, ગોથાણ, ભરથાણા તરફથી આવતા ભારે માલવાહક વાહનો ગોપીન સર્કલથી કષ્ટભંજન ચોક (આઉટર રીંગ રોડ)થી ડાબે ટર્ન લઇ, આશીર્વાદ બંગ્લોઝથી જમણે ટર્ન લઇ, લક્ષ્મીવાડી ફાર્મ પાસેના ચાર રસ્તા થઇ, કોસાડ ગામ સુધી આવતા-જતા રોડ ઉપર ડાબે/જમણે ટર્ન લઇ ગોપીન સર્કલથી મોટા વરાછા ચેક પોસ્ટ, આશીર્વાદ બંગ્લોઝથી આવકાર પાર્ટી પ્લોટ, લક્ષ્મીવાડી ફાર્મ પાસેના ચાર રસ્તાથી સ્વામીનારાયણ સર્કલ, કોસાડ ગામ પાસેના ત્રણ રસ્તાથી કોસાડ ગામ(કોસાડ ગરનાળા) તરફથી કે અન્ય આંતરીક માર્ગોનો ઉપયોગ કરી મોટા વરાછા, કોસાડ, ઉત્રાણ તરફથી (૧૯) સાયણ-વરીયાવ તરફથી આવતા ભારે માલવાહક વાહનો વેદાંત ઇન્ડસ્ટ્રીયલ ત્રણ રસ્તાથી સાયણ ચેક પોસ્ટ થઈ, ડી.ડી.સ્પોર્ટ સર્કલ(વરીયાવ વાય જંકશન) સુધી આવતા-જતા રોડ ઉપર ડાબે/જમણે ટર્ન લઇ OSLC હાઉસ(વેદાંત ટેક્ષો) પાસેથી કોસાડ ગામ, વેદાંત ઇન્ડસ્ટ્રીયલ ત્રણ રસ્તાથી ગૃહમ સર્કલ, સાયણ ચેક પોસ્ટથી અમરોલી. ડી.ડી. સ્પોર્ટ સર્કલથી છાપરાભાઠા તરફથી કે અન્ય આંતરીક માર્ગોનો ઉપયોગ કરીને અમરોલી, કોસાડ, છાપરાભાઠા તરફથી (૨૦) કઠોર ગામમાં (૧) કઠોરગામના ગેટ પાસેથી (ર) ઇદગાહ ટેકરો પાસેથી (૩) અંબોલી ચાર રસ્તાથી તથા (૪) સહકાર બંગ્લોઝ પાસેથી ભારે વાહનોને શહેરમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
પરંતુ (૧)હજીરા નોટીફાઇડ એરીયાથી ઓ.એન.જી.સી. સર્કલ, મગદલ્લા બીજ, એસ.કે.નગર ચાર રસ્તા થઈ ડુમ્મસ સુધી તથા એસ.કે.નગર ચાર રસ્તાથી ખજોદ ચોકડી, જીઆવ ચાર રસ્તા, સચીન જી.આઈ.ડી.સી ત્રણ રસ્તા, સાતવલ્લા બ્રીજ થઈ પલસાણા ટી-પોઈન્ટ, વેસ્મા ચોકડી થઈ નેશનલ હાઇવે નં.-૫૩ સુધીનો માર્ગ (૨) ઓ.એન.જી.સી. સર્કલ, ભેસાણ હાઇ-વે થઈ સરોલી ચેક પોસ્ટ થઈ સરોલી બ્રીજથી ઓલપાડ તરફ જઈ શકશે. તેમજ સરોલી બ્રીજ નીચેથી વરીયાવ રોડ થઈ છાપરાભાઠા ટી-પોઇન્ટથી સાયણ ચેક પોસ્ટથી વસવાડી ફાટક થઇ સાયણ રોડ થઇ નેશનલ હાઇવે નં.-૫૩ સુધીનો માર્ગ (૩) ઓલપાડ તરફથી આવતા ભારે વાહનો સરોલી બ્રીજ ઉતરી જમણી બાજુ વળી ભેંસાણ હાઇ-વે થઈ ઓ.એન.જી.સી. થઇ હજીરા તેમજ એસ.કે.નગર સચીન હાઇવે તરફ (૪) કામરેજ ચાર રસ્તા તરફથી આવતાં વાહનો શાકભાજી તથા ફુટ લાવતાં ભારે માલ વાહનો સીમાડા ત્રણ રસ્તાથી બી.આર.ટી.એસ. રોડ નહેરે-નહેરે થઈ પરવત પાટીયા થઇ સરદાર માર્કેટ (એ.પી.એમ.સી. માર્કેટ) તથા ફુટ માર્કેટ સર્કલ (કરણી માતા સર્કલ) સુધી આવી શકશે. પરંતુ ખાલી વાહન પ્રતિબંધ સમયમાં રોડ ઉપર અવર-જવર/હેરફેર તેમજ પાર્કીંગ કરી શકશે નહીં (૫) કડોદરા તરફથી આવતા શાકભાજી ફુટના ભારે માલ વાહનોને નિયોલ ચેક પોસ્ટ, પુણા કુંભારીયા, પરવત પાટીયા થઇ સરદાર માર્કેટ (એ.પી.એમ.સી. માર્કેટ) તથા ફુટ માર્કેટ સર્કલ સુધી આવી શકશે. પરંતુ ખાલી વાહનો પ્રતિબંધ સમયમાં રોડ ઉપર અવર-જવર/હેરફેર તેમજ પાકીંગ કરી શકશે નહીં (૬) આર.ટી.ઓ. કચેરીમાં રજીસ્ટ્રેશન કરાવવા કે ફિટનેશ ટેસ્ટ માટે આવતા ભારે વાહનોને સવારે ક.૧૧/૦0 થી ક.૧૮/૦૦ દરમ્યાન કોટ વિસ્તાર સિવાયના વિસ્તારમાં જરૂરી કાગળો આધાર પુરાવા સાથે માલ વાહક ભારે વાહનોને ૨૪ કલાક અવર-જવરની છૂટ આપવામાં આવે છે.
ઉપરોક્ત જાહેરનામું (૧) રાજય સરકાર, કેન્દ્ર સરકારની માલિકીના, આવશ્યક સેવાના તથા પોલીસ, એમ્બ્યુલન્સ, ફાયર બ્રીગેડ, એસ.ટી. બસ/સીટી બસ/BRTS ના વાહનોને (૨) સુરત મ.ન.પા.ની માલિકીનાં તેમજ સુરત મ.ન.પા. તરફથી રાખવામાં આવેલ પીવાના પાણીના ટેન્કરોને (૩) શહેરમાંથી કચરાનું વહન કરતા વાહનોને પોલીસ પરમીશન સાથે (૪) દૂધ વહન કરતા વાહનો તથા સરકારી હોસ્પીટલનાં ભારે માલ વાહક વાહનોને (૫) પશુઓને દવાખાને લઇ જતાં વાહનોને (૬) ન્યુઝ પ્રિન્ટ તથા વર્તમાનપત્રો (પેપરો) લાવતા તથા લઇ જતા વાહનોને (૭) જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ કે જેવી કે, રેશનીંગનું કેરોસીન, ડીઝલ-પેટ્રોલ લઈ આવતા જતા ટેન્કરો તથા એલ.પી.જી. ગેસ સીલીન્ડર ભરીને જતા માત્ર સુરત શહેરમાં વિસ્તરણ કરતા વાહનોને (૮) રોડ રસ્તા, ગટર, બ્રીજના કામ અર્થે ઉપયોગમાં લેવાતા તેમજ (૯) રેડીમીક્સ કોકીટ લાવતા-લઈ જતાં માલવાહક ભારે વાહનોને(પોલીસની પરવાનગી સાથે) પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવે છે.
