હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લામાં ગ્રામીણ પરિવારોને મજબૂત આજીવિકાની સુરક્ષા મળી રહે અને મૂળભૂત ગ્રામીણ માળખાગત સુવિધાઓ મજબૂત બને તે હેતુસર વિકસિત ભારત – રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) માટે ગેરંટી (વીબી-જી રામજી) કાયદો અમલમાં આવેલો છે.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશીએ વીબી-જી રામજી કાયદા વિશે વિસ્તૃતમાં માહિતી આપી હતી અને કાયદા અંતર્ગતના પ્રાવધાન, વિશિષ્ટ અધિકારો, બેરોજગારી ભથ્થા સહિત ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને રોજગારના વધુ સારા અવસરો પૂરા પાડવા પ્રતિબદ્ધતા દાખવી હતી.
વીબી-જી રામજીની મુખ્ય વિશિષ્ટતાઓ
-૧૨૫ દિવસ રોજગારની ગેરંટી ; ગ્રામીણ સમુદાય માટે મહત્વનો ફેરફાર
-બેરોજગારી ભથ્થા માટે યોગ્ય જોગવાઈ ; રોજગારનો અધિકાર સાચા અર્થમાં મૂર્તિમંત
-ગ્રામસભા દ્વારા વિકસિત ગ્રામ પંચાયત યોજના (VGPP) ; ગ્રામજનોની ભાગીદારી
-વિકસિત ગ્રામ પંચાયત યોજનામાં તમામ યોજનાઓનું સંકલન
-ટેક્નોલોજી દ્વારા સશક્તિકરણ અને મજબૂતીકરણ
-સમયસર વેતનની ચૂકવણી અને વિલંબ માટે વળતર ; પારદર્શિતા વધશે અને કામદારોને સંપૂર્ણ હક મળશે.
