લવ જેહાદ માં ફસાયેલી હિન્દુ યુવતીને ‘હિન્દ રક્ષક સંઘ’ દ્વારા કરાઈ ઘરવાપસી

હિન્દ ન્યુઝ, રાજકોટ

‘હિન્દ રક્ષક સંઘ’ ની મહેનત રંગ લાવી

લવ જેહાદ માં ફસાયેલી હિન્દુ યુવતીને ‘હિન્દ રક્ષક સંઘ’ દ્વારા ઘરવાપસી કરાવવામાં આવી

       રાજકોટ ખાતે એક મહિના પહેલા હિન્દુ યુવતીને વિધર્મી યુવક ભગાડી ગયો હતો. આ લવ જેહાદ કિસ્સાને અતિ ગંભીરતા પૂર્વક લઈ ‘હિન્દ રક્ષક સંઘ’ ના સંસ્થાપક – અધ્યક્ષા ડૉ.સીમાબેન પટેલ દ્વારા પોલીસનો સંપર્ક કરી યોગ્ય કાર્યવાહી કરાવડાવતા હિન્દુ સમાજની દીકરીની ઘર વાપસી થવા પામી હતી.

‘હિન્દ રક્ષક સંઘ’ના સંસ્થાપક અધ્યક્ષા ડૉ. સીમાબેન પટેલનાઓ દ્વારા રાત દિવસ એક કરી કાયદાકીય રીતે મહા મહેનતે હિન્દુ યુવતી ની ઘરવાપસી કરાવી હતી. જેમાં રાજકોટનાં રવિન્દ્રભાઈ બડગુજર, સનાતન એડવોકેટ કાઉન્સિલ નાં સૌરાષ્ટ્ર સચિવ ત્રિવેણીબા રાઠોડ ‘હિન્દ રક્ષક સંઘ’ નાં સૌરાષ્ટ્ર સચિવ વિક્રમભાઈ ગોરી, પદાધિકારીઓ રાહુલભાઈ રાઠોડ, પાર્થભાઈ શિંગાળા, જયદીપભાઈ રાઠોડ, અર્જુનભાઈ શિંગાળા, સંદિપભાઈ મકવાણા, હર્ષભાઈ ઝાલા, અનિલભાઈ ઠાકોર અને કિશનભાઈ સેલાર, અશોકભાઈ મોદી, ભાવેશગિરી, હસમુખગિરીનાઓ એ પણ ભારે જહેમત ઉઠાવી હતી.

Related posts

Leave a Comment