કાલાવડ ખાતે “શ્રીમદ્ ભાગવત કથા” નું ભવ્ય આયોજન

હિન્દ ન્યુઝ, કાલાવડ

        સર્વે હરિભક્તો દ્વારા આયોજિત સર્વ પિતૃના મોક્ષાર્થે “શ્રીમદ્ ભાગવત કથા” નું ભવ્ય આયોજન જામનગર જીલ્લા નાં કાલાવડમાં કૃષ્ણ નગર, શ્રી સ્વામિનારાયણ મંદિર પાસે તા. ૦૮-૦૧-૨૦૨૬ થી તા. ૧૪-૦૧-૨૦૨૬, બપોરે ૨:૩૦ થી ૬:૦૦ વાગ્યા સુધી “શ્રીમદ ભાગવત કથા” નાં વ્યાસાસને વિદ્વાન ભાગવતાચાર્ય પ્રવકતા પ.પૂ. શ્રી કેપી બાપુ બીરાજી સંગીતસભર રસમય શૈલીમાં કથા રસપાન કરાવશે.

      ભકિત-મુકિત પ્રદાન કરનાર, સર્વ પિતૃઓનો ઉદ્ધાર કરનાર તથા પ્રત્યેક જીવનું કલ્યાણ કરનાર આ પાવન પ્રસંગમાં આપ સૌ સહ પરિવાર સહિત પધારી કથા રૂપી જ્ઞાન ગંગામાં સ્નાન કરી આપણું તથા આપણા કુળનું કલ્યાણ સાધવા હાર્દિક આમંત્રણ છે.

Related posts

Leave a Comment