44th મી જુનિયર નેશનલ ખો ખો ચેમ્પિયનશિપ 2025મા ભાગ લેવા માટે ગુજરાતની ટીમ વડોદરા રેલ્વે સ્ટેશન થી રવાના

હિન્દ ન્યુઝ, વડોદરા

   44મી જુનિયર નેશનલ ખો ખો ચેમ્પિયનશિપ 2025 બેંગલુરુ, કર્ણાટક ખાતે યોજાનાર છે, જેમાં ગુજરાત ટીમના ખેલાડી ભાઈઓ અને બહેનો આજ રોજ વડોદરા રેલવે સ્ટેશનથી બેંગલુરુ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા રવાના થયા.

AKFFG ના જનરલ સેક્રેટરી, સંતોષ ગરુડ દ્વારા જણાવાયું કે, 44મી જુનિયર નેશનલ ખો ખો ચેમ્પિયનશિપ 2025 બેંગલુરુ, કર્ણાટક ખાતે તા. 31-12-2025 થી 04-01-2026 ના રોજ યોજાનાર છે, જેમાં ભારત દેશના અલગ અલગ રાજ્યોમાંથી ૩૬ ટીમ આવવાની છે. આ સ્પર્ધામાં ભાઈઓ અને બહેનો ખેલાડીઓ ભાગ લેવાના છે, જે ખુબ આનંદની લાગણી અનુભવાય છે. જેમાં ગુજરાત રાજ્યના ભાઈઓ અને બહેનો ખેલાડી પણ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવાના છે. ગુજરાત રાજ્યના ખેલાડી ૩૦, અને કોચ-૨, મેનેજર-૨, physio-૧ આમાં ભાગ લેવા માટે વડોદરાથી રવાના થયા.

Related posts

Leave a Comment