પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે આગામી દિવસોમાં જુદા જુદા માધ્યમો દ્વારા આયોજીત થનાર વૈવિધ્ય પૂર્ણ કાર્યક્રમોના આયોજન

હિન્દ ન્યુઝ, બોટાદ

     આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન-2025 અંતર્ગત દિલ્હી ખાતે મળેલ રાષ્ટ્રીય બેઠક બાદ આજરોજ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે આગામી દિવસોમાં જુદા જુદા માધ્યમો દ્વારા આયોજીત થનાર વૈવિધ્ય પૂર્ણ કાર્યક્રમોના આયોજન અંગે સંગઠન મહામંત્રી રત્નાકરજી ની ઉપસ્થિતિમાં વિસ્તૃત ચર્ચા કરી તેમનું માર્ગદર્શન મેળવ્યું.

સાથે અભિયાનના સહ સંયોજક અને ગુજરાત પ્રદેશના પૂર્વ મહામંત્રી શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ, પૂર્વ સાંસદ જયશ્રીબેન પટેલ, પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી હિરેનભાઈ હિરપરા, બોટાદ જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ સુરેશભાઈ ગોધાણી, અરવલ્લી જિલ્લાના પ્રભારી રાજુભાઈ શુક્લા, સુરત જિલ્લાના પૂર્વ મહામંત્રી જગદીશભાઈ પારેખ, મહિલા મોરચા પ્રમુખ દિપીકાબેન સરડવા, સહકારિતા સેલ સંયોજક બીપીનભાઈ પટેલ (ગોતા), પ્રદેશ સોશિયલ મીડીયા વિભાગ સંયોજક મનનભાઈ દાણી, વેપાર સેલ સંયોજક વિજયભાઈ પુરોહિત, વેપાર સેલ સહ સંયોજક બીપીનભાઈ ઓઝા, બિન અનામત આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ વિમલભાઈ ઉપાધ્યાય, શિક્ષણ સંઘના અગ્રણી ભાવિનભાઈ ભટ્ટ સાથે ઉપસ્થિત રહ્યા.

Related posts

Leave a Comment