સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણી અવસર બોટાદ જિલ્લાની શાળાઓમાં શિક્ષણ વિભાગ દ્વારા યોગ શિબિર યોજાઈ

હિન્દ ન્યુઝ, બોટાદ

            લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિને અનુસંધાને બોટાદ જિલ્લાની તમામ શાળાઓમાં યોગ શિબિર અને વ્યાયામ કાર્યક્રમનું આયોજન જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા અને મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાનને વેગ આપવા આ ખાસ પ્રવૃત્તિઓ તમામ શાળાઓમાં એકસાથે યોજાઈ હતી.

            જિલ્લાની વિવિધ શાળાઓમાંથી અંદાજિત 31,895 વિદ્યાર્થીઓ તથા 1,685 શિક્ષકો, એમ કુલ મળી 33,580 જેટલા લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

            યોગ શિબિર દરમિયાન વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્રાણાયામ, તાડાસન, ત્રિકોણાસન,સૂર્ય નમસ્કાર, ધ્યાન તથા દૈનિક સ્વાસ્થ્ય માટે જરૂરી વ્યાયામની પ્રાથમિક તાલીમ આપવામાં આવી હતી.આ અભ્યાસક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં શારીરિક તંદુરસ્તી, માનસિક એકાગ્રતા અને સ્વસ્થ જીવન શૈલીને પ્રોત્સાહન આપવાનો હતો.

Related posts

Leave a Comment