હિન્દ ન્યુઝ, ગાંધીનગર
રાજ્યમાં હાઈવે તેમજ મહાનગરો અને નગરોના રોડ-રસ્તાના કામોની ગુણવત્તામાં રાજ્ય સરકાર કોઈ બાંધછોડ ચલાવશે નહીં.
આ માટેના સ્પષ્ટ દિશાનિર્દેશ આજે ગાંધીનગર ખાતેની ઉચ્ચસ્તરીય બેઠકમાં તંત્રવાહકોને આપ્યા છે.
માર્ગો પરના પોટહોલ્સ પુરવાના કામો અગ્રતા ક્રમે હાથ ધરવાની સૂચના પણ આ બેઠકમાં આપી છે.
આ ઉપરાંત, સંબંધિત અધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનરો અને ડેપ્યુટી કમિશનરો નિયમિતપણે ફિલ્ડ વિઝીટ કરીને કામોની ગુણવત્તા ચકાસતા રહે અને ૩૦ મી નવેમ્બર સુધીમાં રોડ-રસ્તાની સમગ્ર સ્થિતિનો સ્થળ અહેવાલ રજૂ કરે, તે માટેની સૂચના પણ આપી.
જે સ્થળોએ બ્રિજના કામો થતા હોય ત્યાં ડાયવર્ઝન માટેના RCC રોડ બનાવવામાં આવે, જેથી કામ પૂરું થાય ત્યાં સુધી નાગરિકોને વાહન-વ્યવહાર માટે કોઈ અગવડ ન પડે તે માટે પણ અધિકારીઓને સૂચન કર્યા.
જે રસ્તા મેન્ટેનન્સ ગેરેન્ટી પિરીયડ દરમિયાન તૂટી જાય તેના કોન્ટ્રાક્ટર્સને તાત્કાલિક બ્લેક લિસ્ટ કરવા સહિતની સખ્ત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તે અંગે પણ જરૂરી સૂચનાઓ આપી.
