રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણી-૨૦૨૫ નિમિત્તે જામનગર જિલ્લા માહિતી કચેરીના કર્મચારીઓએ શપથ ગ્રહણ કર્યા

હિન્દ ન્યુઝ, જામનગર

   લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્રારા તા.૩૧ ઓકટોબર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને “રાષ્ટ્રીય એકતા દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે જામનગર જિલ્લા માહિતી કચેરીના કર્મચારીઓએ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવવા તથા દેશમાં એકતાની ભાવના વધુ મજબૂત બને તેવા સંકલ્પ સાથે એકતા શપથ ગ્રહણ કર્યા હતા.

Related posts

Leave a Comment