કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, અમદાવાદ

    કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં માર્ગ-મકાન વિભાગના અમદાવાદ માળિયા રોડ પૈકીના શાંતીપુરા ચોકડીથી ખોરજ GIDC ચોકડી સુધીના 28.8 કિ.મી અનુભાગનું ₹805 કરોડના ખર્ચે છ માર્ગીયકરણનું ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યું હતું.

આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી સાણંદ અને વિરમગામ જેવા મોટાં ઔદ્યોગિક કેન્દ્રો ઉપરાંત સુરેન્દ્રનગર, શંખેશ્વર, રાધનપુર અને પાટણ તરફ જતા લાંબા અંતરના ટ્રાફિકને પણ સુવિધા મળશે. આ છ-માર્ગીયકરણની કામગીરીથી પરિવહન સુવિધાઓમાં મોટો વધારો થશે, અકસ્માતો ઘટશે, ટ્રાફિક જામની સમસ્યાનું નિવારણ થશે અને નાગરિકોના ઇંધણ અને સમયની પણ બચત થશે.

Related posts

Leave a Comment