અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ આણંદ જિલ્લાના ૩૩ મુસાફરોના મૃતદેહ લાવવા માટે કુલ ૧૯ એમ્બ્યુલન્સ વાન સિવિલ હોસ્પિટલ અમદાવાદ પહોંચી

હિન્દ ન્યુઝ, આણંદ

    તાજેતરમાં અમદાવાદ ખાતે બનેલ વિમાન દુર્ઘટનામાં આણંદ જિલ્લાના ૩૩ જેટલા પ્રવાસીઓ મૃત્યુ પામ્યા છે. 

આ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ આણંદ જિલ્લાના મૃૃૃૃૃૃતકોના પરિવારજનોના ડીએનએ ટેસ્ટ થયા બાદ મૃતકોની ઓળખ કરીને તેમના મૃતદેહોને અમદાવાદ ખાતેથી આણંદ સુધી લાવવામાં આવશે.

આ માટે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીની સૂચના મુજબ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્રની કુલ ૧૯ એમ્બ્યુલન્સ વાન રવાના કરવામાં આવી છે, જે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી છે.

આણંદ જિલ્લાની કુલ ૧૯ એમ્બ્યુલન્સ વાન દ્વારા સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતેથી મૃતકોના મૃતદેહ લઈને આણંદ જિલ્લામાં પરત આવશે.

આ મૃતદેહો ના અંતિમ સંસ્કાર સમયે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ હાજર રહેશે.

Related posts

Leave a Comment